જૂનાગઢ જીલ્લા જેલમાં માવા-સીગારેટ ઘુસાડવાનો નિષ્ફળ પ્રયાસ

0

જૂનાગઢ જીલ્લા જેલમાં પાન-માવા ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ રહયો છે. કોરોનાને લઈ પાન, માવા, ગુટકા ઉપર સરકારે પ્રતિબંધ મુકયો હોય જેને લઈ વ્યસનીઓની હાલત કફોડી બની જવા પામી છે ત્યારે જૂનાગઢ જીલ્લા જેલમાં રહેલા કેદીઓ પૈકી અમુક કેદીઓ પાકા બંધાણીઓ હોય માવા-ગુટકા વગર પરેશાન થઈ ગયા હોય જેલની અંદરથી જ ગોઠવી બહારથી પાન, માવા, સીગારેટની વ્યસ્થા કરી હતી. પરંતુ માવા-સીગારેટ ઘુસાડવાનો આ પ્રયાસ નિષ્ફળ રહયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ જીલ્લા જેલમાં ગઈકાલે જેલની દિવાલ બહારથી કોઈએ ઝબલું ફેંકયું હતું. જેને લઈને ફરજ ઉપરના જેલર ગૃપનાં એચ.એલ. વાઘેલાએ તપાસ કરતાં તેમાં ૧૭ માવા, ૧૦ પેકેટ સીગારેટનાં મળી આવતાં જે અંગે અજાણ્યા શખ્સ સામે એ ડીવીઝન પોલીસમાં જૂનાગઢ જેલરે ફરીયાદ નોંધાવી છે.