વ્યાજખોરોનાં ત્રાસથી જૂનાગઢમાં હેલ્થ વર્કરનો ઝેર પી આપઘાત

0

જૂનાગઢમાં જોષીપરામાં એકતાનગર પાસે શિવમ ટેનામેન્ટમાં રહેતા રાજેશભાઈ પોપટભાઈ સરધારા (ઉ.વ. ૪ર)એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેનું મોત થયું છે. તેનાં ખિસ્સામાંથી એક સાત પાનાની સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી હતી જે અંગે બી ડીવીઝનનાં પીએસઆઈ ડાકી સહીતનાં સ્ટાફે તપાસ હાથ ધરી છે. જેમાં જણાવ્યું છે કે તેમણે અલગ અલગ જગ્યાએથી શહેરોમાં પ્લોટ, મકાનમાં રોકાણ કરેલું છે. જેનાં માટે કેટલાક લોકોના નામ સાથે લાખોની લેતી-દેતી કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જે લોકો હાલ મુળ રકમ અને વ્યાજની રકમ માટે વારંવાર ફોન કરીને દબાણ કરી રહયા હતાં. જેથી આર્થિક ભીંસ અને લોકોનાં ત્રાસથી આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. રાજેશભાઈ સરધારા વડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ચોકી ખાતે મલ્ટી પર્પસ હેલ્થવર્કર તરીકે ફરજ બજાવતાં હતાં. અને સાથે કંન્સ્ટ્રકશનનો વ્યવસાય પણ કરતા હતાં. તેમનાં પત્ની સિવીલ હોસ્પીટલમાં ફરજ બજાવે છે અને સંતાનમાં બે દિકરા છે.

error: Content is protected !!