જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ વધતા જતા દારૂ-જુગારના ગુન્હાઓ બનતા અટકાવવા કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત રેન્જ સાયબર ક્રાઈમ સેલના પોલીસ સબ ઈન્સ્પેકટર પી.જે.રામાણી, પો.હેડ. કોન્સ જે.પી. મેતા, પો.હેડ. કોન્સ ગીરૂભાઈ વાઘેલા, પો.કોન્સ.ભરતભાઈ ચાવડા તથા પ્રવિણસિંહ પીઠાભાઈ મોરીનો સ્ટાફ જૂનાગઢ જીલ્લામાં કોરોના વાયરસ સબબ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એવી બાતમી મળેલ કે ભેંસાણ તાલુકાના મોટા ગુજરીયા ગામના વિનુભાઈ છનુભાઈ વાળા પોતાની વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ ગંજીપતાના પાના વડે રૂપિયાની હારજીત કરી તીન પત્તી રોન પોલીસ નામનો જુગાર રમાડે છે તેવી બાતમીના આધારે જુગારની રેઈડ કરતા વિનુભાઈ છનુભાઈ વાળા (મોટા ગુજરીયા), અશોકભાઈ ખોડાભાઈ કાથરોટીયા (સરદારપુર), દિનેશ લાભુભાઈ ચાવડા (મોટા ગુજરીયા), ભીમાભાઈ ઉર્ફે મુન્નો હમીરભાઈ ગોહિલ (સરસઈ), વિપુલ બાવચંદભાઈ રાખોલીયા (કાનાવડલા), કિશોર નાનજીભાઈ વેગડા (શોભાવડલા), બાઘાભાઈ નાઝભાઈ ડાંગર (રબારીકા), વિજયભાઈ પરશોતમભાઈ પટોળીયા (ઉમરાળી) એમ કુલ આઠ માણસોને રોકડ રકમ ૬૪,૮૦૦/- તથા મો.ફોન.નં.૮, કિ.રૂ.૧૬૦૦૦ તથા મો.સા-૪ કિ.રૂ.૬૦૦૦૦ તેમજ કાર-૦ર કિ.રૂ.૬૦૦૦૦૦ એમ મળી કુલ રૂ.૭,૪૦૮૦૦/-ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે અને તમામ વિરૂધ્ધ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૪-પ મુજબની ફરીયાદ દાખલ કરી કાનુની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.