હેલ્થ પ્લસ હોસ્પીટલનાં તબીબો સ્ટાફની મહેનતને સફળતા મળી

0

સમાજમાં ડોકટરનો દરજ્જા ભગવાન સમકક્ષ ગણવામાં આવે છે. ડોકટર જીવન આપી નથી શકતા પરંતુ યોગ્ય સારવાર અને ધગશ પૂર્વક નિષ્ઠાથી અવશ્યપણે મૃત્યુંને જરૂરથી ૫ાછું તો ઠેલી જ શકે છે. તબીબોની સમય સૂચકતા અને કાબેલિયત મુરઝાતા જીવનને કેવી રીતે ધરબકતું રાખે છે તેનાં એક ચમત્કારી ઉદાહરણમાં જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં ડોકટર મોહસીન લુંલાળિયાની ટીમે Ìદયરોગનાં હુમલામાં મૃત્યુંને કગારે આવી પહોંચેલા એક દર્દીને આબાદ બચાવવાની ખૂબ જ સારી કામગીરી બજાવવાનો બનાવ જૂનાગઢ તબીબી જગતમાં એક આનંદની અનુભૂતિ તરીકે સામેલ થયો છે. ૪૦ વર્ષનાં પુરૂષ દર્દીને ઘરની સીડી ચઢતા-ચઢતા અચાનક સુશ્વાસ લેવામાં તકલીફ થતા હેલ્થ પ્લસ હોસ્પીટલનાં ઈમરન્જસી વિભાગમાં દાખલ થયેલા જયાં ડો.મોહસીન લુંલાણીયાની સારવાર બાદ નિદાન માટે છાતીનો સીટીસ્કેન કરવામાં આવ્યો હતો. જેમાં ફેફસાની બન્ને નળીઓ જમણી બાજુની ૯૦ ટકા તથા ડાબી તરફની ૭૦ ટકા બ્લોકેજ(એકયુટ પલ્મોનરી એમ્બોલોઝમ)ની સમસ્યા હોવાનું નીદાન મળતા લોહીની નળીનું બ્લોકેજ ખોલવા માટેનું ઈન્જેકશન આપયા બાદ દર્દીને આઈસીયુમાં દાખલ કરવામાં આવેલ હતા. હેલ્થ પ્લસ આઈસીયુ ટીમ ડો.મોહસીન લુંલાણીયા, ડો.નિમીષ હીંગરાજીયા, ડો.તનવીર પટ્ટણી, ડો.મોઈન સીડા, ડો.કોમલ ઓટવાણી અને તમામ નસિંગ સ્ટાફની મહેનત બાદ ૬ દિવસે ખૂબ જ તંદુરસ્ત રીતે ડિસ્ચાર્જ કરેલ તે બદલ હોસ્પીટલ અને ડોકટરર્સની ટીમનો આભાર વ્યકત કરી દર્દી અને તેનાં પરિવારજનો ભાવુક બન્યા હતા. ડોકટર મોહસીનએ જણાવ્યું હતું કે જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પીટલ કિફાયતી અને અસરકારક સારવાર આપવા માટે ખૂબ જ ટૂંકા સમયમાં જાણીતી બની છે. તેમણે જણાવ્યું હતું કે તબીબી અને હોસ્પીટલ માટે દર્દીની સારવાર અને તેનું પરિણામ ધર્મ અને નિષ્ઠાનો વિષય છે. હોસ્પીટલમાં પહોંચેલા દર્દીની તમામ જવાબદારી નેૈતિક રીતે હોસ્પીટલ અને ફરજ પરનાં તબીબની બની જાય છે. હું એવું માનું છું કે પોતાના સર્વિસ ટેબલ ઉપર આવેલા કે ઓપરેશન થિયેટરમાં પહોંચેલા દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈને બહાર નીકળે. જીવન અને મૃત્યું એ અવશ્ય પણે કુદરતનાં હાથમાં છે પરંતુ જા તબીબો પોતાના તમામ પ્રયત્નો કામે લગાડે તો તબીબોનો પુરૂષાર્થ જાઈને કદાચ કુદરત પણ તેમનો નિર્ણય બદલે અને તબીબી જગતમાં ઘણી વાર આશ્ચર્યજનક અને ચમત્કારિક પરિણામો મળતા હોય છે એવું અમને આ કેસમાં અનુભવ થયો હતો. ડોકટર મોહસીન લુંલાણીયા ક્રિટિકલ કન્ડીશનમાં આવેલા દર્દીની જીવન બચાવવાની આ કામગીરીનો જસ કુદરત અને દર્દીઓના પરિવારજનોની પ્રાર્થના બંદગીઓને આપી પોતાની હોસ્પિટલને આપેલા આ જસ અંગે કુદરતનો આભાર માન્યો હતો.

error: Content is protected !!