સરકાર દ્વારા ૧૦ લાખ લોકોનું રૂ.૩૩૦ કરોડનું વ્યાજ માફ કરાશે

0

સરકાર દ્વારા અમલમાં મુકાયેલ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલીકરણ માટે સહકારી ક્ષેત્ર ઉપર જે અતુટ વિશ્વાસ મુકેલ છે તે બદલ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિ.નાં બોર્ડ ઓફ ડિરેકટર્સ તેમજ સમગ્ર ગુજરાતનાં સહકારી આગેવાનો વતી રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિ.નાં ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે યોજના હેઠળ ૧૦ લાખ લોકોને અંદાજે રૂ.૩૩૦ કરોડનું વ્યાજ માફ કરવામાં આવશે.
૬ ટકા વ્યાજ સબસિડીનો બોજ ગુજરાત સરકાર પોતાને માથે લેશે. આમ ગુજરાતની સહકારી બેન્કો કોરોના મહામારીને કારણે નિર્માણ થયેલા કપરા કાળમાં ગુજરાતનાં નાના લોકોને મદદરૂપ થવા ગુજરાતની ૧૮ જીલ્લા સહકારી બેંકો અને ર૩૦ જેટલી અર્બન સહકારી બેંકો તથા અંદાજીત પ૦૦૦ જેટલી ગુજરાતની ક્રેડિટ સોસાયટીઓ લોન આપવાની કામગીરી કરશે. ગુજરાતની અનેક સહકારી, જીલ્લા સહકારી બેંકો, શહેરી સહકારી બેંકોની તમામ ર૪૦૦ શાખાઓ તથા પ૦૦૦ ક્રેડિટ સોસાયટીઓનાં માધ્યમથી આત્મ નિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ ધિરાણ આપવામાં આવશે.
૮ ટકા વ્યાજ દરની આ લોન ઉપરનું ૬ ટકા વ્યાજ સહાય ગુજરાત સરકાર ચૂકવશે. નાના દુકાનદાર અને કારીગરને રૂ.૧ લાખ સુધીની લોન આપવામાં આવશે. આ લોન લીધા પછી પહેલા છ મહિના કોઈ જ હપ્તો ભરવાનો આવશે નહી. ત્યારબાદ ૩૦ સરખા માસિક હપ્તામાં આ લોનની ચૂકવણી કરવાની રહેશે. કોરોનાની મહામારીને પરિણામે ગુજરાતનાં લાખો વ્યાવસાયિકો અને નાના દુકાનદારોને આર્થિકરીતે મદદરૂપ થવા માટે જાહેર કરવામાં આવેલી આત્મ નિર્ભર ગુજરાત સહાય યોજનામાં જીલ્લા સહકારી બેંકો મારફતે આપવામાં આવનારા ધિરાણ માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત સ્ટેટ
કો-ઓપરેટીવ બેંકની નિમણૂક કરવામાં આવી છે. શહેરી સહકારી બેંકો દ્વારા આ યોજના હેઠળ આપવામાં આવનારા ધિરાણ માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશનને નોડલ એજન્સી તરીકે તથા ક્રેડિટ સોસાયટી મારફતે કરવામાં આવનારા ધિરાણ માટે નોડલ એજન્સી તરીકે દરેક રાજયની જીલ્લા રજિસ્ટ્રારને નિયુકત કરવામાં આવ્યા છે એમ પ્રદીપભાઈ વોરા ચીફ એકઝીકયુટીવ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!