જૂનાગઢમાં દાતાર વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકોને ત્રીજી વખત રાશન કિટનું વિતરણ કરાયું

0

વૈશ્વિક મહામારી કોરોનાને લઈ સમગ્ર વિશ્વ પરેશાન છે ત્યારે ભારત દેશ પણ તેમાંથી બાકાત નથી અને આ વૈશ્વિક મહામારીને લઈ ઉપરાઉપરી સરકાર દ્વારા લોકોની સુરક્ષા માટે લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહયો છે ત્યારે ગરીબ લોકોની પરિસ્થતી વિકટ બની છે તેવા સંજાગોમાં અનેક સંસ્થાઓ જરૂરીયાતમંદ લોકોની સહાય માટે  આગળ આવી રહેલ છે ત્યારે દાતાર વિસ્તારના અગ્રણી મુન્નાબાપુ કાદરી, જૂનાગઢના માજી મેયર સતિષભાઈ કેપ્ટન અને બટુકભાઈ મકવાણાની આગેવાની હેઠળ સતત ત્રીજી વખત જરૂરીયાતમંદ લોકોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રીજા રાઉન્ડમાં ૩રપ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લીમ સમાજના જરૂરીયાતમંદ લોકોને આ કીટ પહોંચાડવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા રફીકભાઈ મકરાણી, શાહનવાઝ કાદરી, સમીર કાદરી, આરીફભાઈ બ્લોચ, રાજુભાઈ સોલંકી, હનીફભાઈ શેખ, રાજુભાઈ રબારી, મયુરભાઈ પઠાણ, ઝીશાન હાલેપૌત્રા અને અશ્વિનભાઈ ઝાલા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.