જૂનાગઢથી પાંચમી ટ્રેન રવાના, ઉત્તરપ્રદેશના મજૂરોને વહીવટી તંત્ર દ્વારા વતન વાપસીની વ્યવસ્થા કરાઈ

0

જૂનાગઢમાં વહીવટી તંત્ર દ્વારા ઉત્તરપ્રદેશનાં મજુરોને પોતાના માદરે વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને મજુરો પણ વતન વાપસીનાં ખુશખુશાલ ચહેરા સાથે થનગનતા જાવા મળતા હતાં. આ અંગેની મળતી વિગત અનુસાર જૂનાગઢનાં એસ.ડી.એમ. જે.એમ.રાવલ, મામલતદાર ચૌહાણ, લેબર ઓફિસર મહાવીરસિંહ પરમાર સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. તેમજ જૂનાગઢ શહેરના ૧૦૮૯, માણાવદર તાલુકાનાં ૬૨, માળિયાના ૬૯, વંથલીનાં ૩૪, કેશોદનાં ૩૩૦ સહિતના કુલ ૧૫૮૪ મજૂરોની ટ્રેન મારફતે ઉતર પ્રદેશના કાનપુર, ગૌંડા, ગોરખપુર, આગ્રા શહેરો માટે રવાના કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માળિયા, માણાવદર વંથલી અને કેશોદ ખાતેથી મજૂરો એસટી બસ મારફતે જૂનાગઢ લાવવામાં આવ્યા હતા. જ્યારે જૂનાગઢનાં ૧૦૮૪ મજૂરો સીધા રેલ્વે સ્ટેશન લાવવામાં આવેલ હતા. એકસાથે આટલા બધા મજૂરો રેલ્વે સ્ટેશન એકત્રિત થાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમજ તમામ મજૂરોને મેડિકલ તપાસની વ્યવસ્થિત થાય અને કીટનું વિતરણ કરવામાં કોઈ અવ્યવસ્થા ના સર્જાય એ માટે પોલીસ વિભાગના જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ, બી ડિવિઝન પી.આઇ. આર.બી.સોલંકી, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા , રેલ્વે પી.એસ.આઇ. રાધાબેન મોરી તથા સ્ટાફ દ્વારા સુચારૂં બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી, જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

error: Content is protected !!