જૂનાગઢનાં ખલીલપુર વિસ્તારમાં રહેતાં એક આધેડે તાજેતરમાં આપઘાત કરી લીધાનાં બનાવને પગલે મૃતકનાં પુત્રએ પોતાનાં પિતાનાં મૃત્યુંના બનાવમાં ૧પ જેટલા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધી છે અને પઠાણી વ્યાજની ઉઘરાણી કરી અને માનસીક-શારિરીક ત્રાસ આપવાનાં કારણે ધાક-ધમકીનાં લીધે આપઘાત કર્યો હોવાનું પોલીસમાં ફરીયાદ દાખલ કરતાં પોલીસે આ ફરીયાદ ઉપરથી ૧પ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ આર.બી.સોલંકી ચલાવી રહ્યાં છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં ખલીલપુર રોડ સુભાષનગર એકતાનગર શીવમ ટેનામેન્ટ મકાન નં.૧૧ ખાતે રહેતાં રૂચિતભાઈ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ પોપટભાઈ સરધારાએ પોલીસમાં આ કામનાં આરોપી પ્રવિણભાઈ ધરમશીભાઈ ઢાંકેચા, રામસીંગ રાણા આહિર, રમેશ ભુરાભાઈ અખેડ, મનસુખભાઈ કડીયા, અશોકભાઈ હીંગળાજ હોટલવાળા, વજશીભાઈ આહિર, અરવિંદભાઈ ભણસાણી, ધીરૂભાઈ, બચુ આતા ઓડેદરા, વનરાજભાઈ, વિજયભાઈ ધંધુસર, વિશાલભાઈ ખામધ્રોળ, રાજુભાઈ ઓડેદરા, જે.ડી.ઓડેદરા, દેવાંગભાઈ કયાડા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે ફરીયાદીનાં બાપુજી મરણજનાર રાજેશભાઈ મકાન લે-વેચ અને બાંધકામનો ધંધો કરતા હોય જે ધંધાર્થે મરણજનારે આ કામના અમુક આરોપીઓને પૈસા ઉછીના વિશ્વાસે આપેલ હોય અને અમુક આરોપીઓ પાસેથી મરણજનારે વ્યાજે રકમ લીધેલ હોય જેમાં નીકળતા પૈસા આરોપીઓ આપતા ન હોય જયારે વ્યાજે લીધેલ તે આરોપીઓ વધુ વ્યાજ અને રકમની અવારનવાર માંગણી કરી આમ તમામ આરોપીઓએ મરણજનારને અલગ-અલગ રીતે પોતાના વ્યકિતગત વ્યવહાર માટે તમામ આરોપીઓએ મરણજનારને શારિરીક-માનસીક ત્રાસ આપી જેમફાવે તેમ ગાળો આપી ધાકધમકીઓ આપી આરોપીઓનાં ત્રાસ અને દબાણનાં કારણે મરણજનાર મારા પિતાને લાગી આવતા મરવા મજબુર કરતાં મરણજનારએ પોતાના ઘરે પોતાની મેળે ઝેરી સેલ્ફોસ દવા પી લેતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.