હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમાં છૂટછાટ આપવામાં આવેલ હોય તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા લોકો માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા સૌરભ સિંઘની સુચનાથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.કે. ચૌધરીની ખાસ નિમણૂક કરી ચાર્જ આપી કોરોના વાયરસ બાબતે ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે કોરોના પોઝિટિવ કેસો આવતા, ભેસાણ ટાઉનને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરી, સંક્રમણ આગળ ના વધે અને લોકોમાં કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા જહેમત ઉઠાવવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભેંસાણ ખાતે નવ નિયુક્ત પીએસઆઇ ડી.કે. ચૌધરી દ્વારા આપણું ગામ, નિરોગી ગામના હેડિંગ સાથે પેમ્પ્લેટ છપાવી, દરેક ગામમાં જાગૃતિ લાવવા નવતર પ્રયોગ આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. આ પેમ્પ્લેટમાં ગામડાના લોકોને કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા શું શું કરવું ? શું શું તકેદારી રાખવી ? કેવા કેવા પગલાઓ લેવા ? સહિતના આશરે ૧૫ જેટલા મુદ્દાઓ છાપી, લોકોની જાગૃતિ માટે કાર્યવાહી કરવામાં આવેલ છે. આ પેમ્પ્લેટમાં જૂનાગઢ પોલીસ દ્વારા ગામલોકોને (૧) માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નિકળવું સજા પાત્ર ગુનો છે. (૨) જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ કે શાકભાજી લેવા જતી વખતે સોશ્યલ ડીસ્ટન્સ (૬ ફુટ દુર)નું પાલન કરીએ. (૩) દિવસ દરમ્યાન વારંવાર સાબુથી હાથ ધોવાનો આગ્રહ રાખો. (૪) સાર્વજનિક સ્થળોએ થુંકવું એ સજા પાત્ર ગુનો છે. (૫) બાળકો, વૃધ્ધો અને બિમાર માણસોને બિનજરૂરી બહાર ન નિકળવું. (૬) કોઈપણ વસ્તુની લેતી-દેતી કર્યા બાદ અવશ્ય હાથ સેનેટાઈઝ કરીએ. (૭) કોઈ વ્યક્તિ સાથે હાથ મિલાવવાના બદલે દુરથી “નમસ્તે” કહેવાનો આગ્રહ રાખીએ. (૮) રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે તેવો સાત્વિક અને સમતોલ આહાર લેવાનો આગ્રહ રાખો. (૯) બિન જરૂરી ઘરની બહાર નિકળી, અજાણતામાં તમે તમારા પરીવારને મુશ્કેલીમાં મુકી શકો છો ! જેથી “ઘરમાં રહો, સુરક્ષિત રહો.” (૧૦) તમારી આજુબાજુ કે ગામમાં કોઈ નિઃસહાય માણસ જણાઈ તો, તેને મદદરૂપ થઈ ખરા અર્થમાં માનવધર્મ નિભાવીએ. (૧૧) ખેતીનું કામ કરતા સમયે બે ગજ (છ ફુટ)નું અંતર અવશ્ય રાખવું. (૧૨) બહારગામથી આવતા લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવે છે. આ લોકોને ઘરમાં રહેવાનું હોય છે. આવા હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ લોકો જો ઘરની બહાર નિકળે તો પોલીસ સ્ટેશને અવશ્ય જાણ કરો. તમારૂ નામ ગુપ્ત રાખવામાં આવશે. (૧૩) “આપણે સુરક્ષિત રહીશું” તો “આપણો પરીવાર સુરક્ષિત રહેશે” અને “આપણો પરીવાર સુરક્ષિત રહેશે” તો “આપણું ગામ સુરક્ષિત રહેશે.” (૧૪) તાવ, શરદી, ઉધરસ કે વારંવાર છીંક આવવી અથવા “શ્વાસ લેવામાં તકલીફ” જેવા લક્ષણો દેખાઈ તો, તાત્કાલીક ડોકટરનો સંપર્ક કરવો. ઉપરાંત ભેંસાણ પોલીસ સ્ટેશન (૦૨૮૭૩) ૨૫૩૪૩૩ તેમજ ભેંસાણ પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. ડી.કે. ચૌધરી ૯૪૦૮૯ ૨૧૬૧૫ના નંબરો આપી, કોરોના વાયરસ સંબંધી કોઈ જાણકારી હોય તો, આપવા પણ વિનંતી કરવામાં આવેલ છે. ઉપરાંત ભેંસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.કે. ચૌધરી દ્વારા ભેસાણ તાલુકાના તમામ ગામોના સરપંચો સાથે વોટ્સ એપ ગ્રુપ બનાવી, તમામ હકીકતથી વાકેફ રહી, હાલના કોરોના મહામારીના સંજોગોમાં લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.