જૂનાગઢમાં બર્થ-ડે પાર્ટી : એક સસ્પેન્ડ : એકની બદલી

0

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે એક જન્મ દિવસની પાર્ટીનાં બનાવની શાહી હજુ સુકાણી નથી ત્યાં વધુ એક બર્થ-ડે પાર્ટીનો બનાવ સામે આવ્યો છે. જેમાં જૂનાગઢ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મી રિટાયર્ડ થવાના હતા ત્યારે તેમનો છેલ્લો જન્મદિવસ હોય અને તેની સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઉજવણી કરવામાં આવી હતી. હાલ લોકડાઉનમાં જાહેરનામું હોય તેમ છતાં આવી ઉજવણી કરવામાં આવી હતી આ અંગેનો વિડીયો વાઈરલ થતાં એસપી સૌરભસિંઘે એક કર્મીને સસ્પેન્ડ કરી દીધો છે જયારે પીએસઆઈને લીવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા છે. ફરજ ઉપર ચુસ્તપણે કાયદાનું પાલન ખુદ પોલીસ કરે પછી જ નાગરીકો સામે પગલા લેવા હકદાર બને છે. જૂનાગઢ જીલ્લા એસપી સૌરભ સિંઘે પ્રજા અને પોલીસ એક જ સમાન છે તેનો દાખલો બેસાડયો હતો. સી ડીવીઝન પીએસઆઈ શ્રી બડવાની પ્રજાલક્ષી અસરકારક કામગીરી હતી. મધુરમ વિસ્તારમાં આવેલા કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેલા જરૂરતમંદ કુટુંબોને રાશન કીટો, દવાઓ, ફ્રુટ આપીને માનવીય કાર્ય પણ નોંધનીય છે.

error: Content is protected !!