દ્વારકામાં ફોટોગ્રાફી કરતા લોકો બે મહિનાથી બેકાર હોય, ઘરની ખરાબ હાલત જોવા મળી રહી છે. દ્વારકા, બેટ દ્વારકા, ગોપીતળા, નાગેશ્વર જેવા ધાર્મિક સ્થાનોમાં દેશ વિદેશથી આવતા યાત્રીઓ હાલમાં લોકડાઉનમાં મંદિર બંધ હોય આવતા નથી જેથી દ્વારકા તાલુકાનાં ફોટોગ્રાફરને હાલ ઘર ચલાવવામાં ભારે મુશ્કેલી ભોગવી પડી રહી છે. સરકાર દ્વારા એક લાખ રૂપિયાની લોનની જાહેરાત કરી છે પણ આ ફોટોગ્રાફર ભાઇઓ મોટા ભાગના ભાડાનાં મકાનમાં રહે છે.
હાલમાં બે મહીનાથી એક પણ રૂપિયાની આવક ન હોવાથી સરકાર પાસે મદદના હાથ લંબાવતા ફોટોગ્રાફરને જો ગુજરાત સરકાર દ્વારા કોઈ સહાય મળે તેવી અપેક્ષા રાખેલ છે અને હાલમાં આ મંદિરો કયારે ખુલશે તેની કોઇ ચોકસ ખાતરી નથી. આથી ઓખા મંડળ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આવેદન પાઠવી મુખ્યમંત્રીને સહાય કરવા રજૂઆત કરાઈ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews