હાલમાં કોરોના વાયરસની ગંભીર સમસ્યા ઉદભવી હોય, જેમાં ખેડૂતોને ખેતીવાડી પાક ધિરાણ લોન નવા જુની કરવાની થતી હોય, જેથી તમામ બેંકોમાં ખેડૂતોની ખુબ જ મોટી લાઈનો જોવા મળે છે. જેથી કોઈપણ પ્રકારનું સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થતું નથી તેમજ હાલમાં ટુંક સમયમાં ખેડુતોને પાક ધિરાણ રીન્યું કરવાની મુદત પૂર્ણ થતી હોય જે બાબતે પણ ખેડુતો મુશ્કેલી ભોગવવી પડે છે. જેથી પાક ધિરાણની મુદતમાં વધારો કરવામાં આવે તેમજ પાક ધિરાણ રીન્યું કરવામા લોનની રકમ ભર્યા ખેડૂતો પાસેથી વગર માત્ર પાક ધિરાણ લોનનું વ્યાજ લઈ પાક ધિરાણ લોન રીન્યું કરી આપવામા આવે. જેથી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ હલ થાય તેવી ખેડૂતોની લાગણી અને માંગણી સાથે કેશોદ તાલુકા સરપંચ યુનિયન દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જે બાબતે કેશોદનાં ધારાસભ્ય તથા સાંસદને પણ રજૂઆત કરવામાં આવી હોવાનું કેશોદ તાલુકા સરપંચ યુનિયન પ્રમુખ રામભાઈ હડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews