કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર અ૫ાયું

છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોવીડ-૧૯ની મહામારીનો પ્રકોપ ફેલાયો છે. ભારતમાં અને વિશેષતા ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છે જે મહામારીને પગલે સરકાર દ્વારા છેલ્લાં ૫૫ દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જેથી સમગ્ર ધંધા ઉદ્યોગ સંપુર્ણપણે બંધ છે. જેથી ગરીબ મધ્યમ વર્ગ માટે આજીવિકા બંધ થઈ ગઈ હોવાના કારણે આટલો લાંબો સમય જીવન નિર્વાહ કરવાનું કપરૂ બન્યું છે. જેથી સરકાર અને વહીવટી તંત્રની બંધારણીય ફરજ પણ હોય માટે સરકારી યોજનાઓમાં માનવીય અભિગમ દાખવી સહાય આપવા રજૂઆત સાથે માર્ચથી જુન સુધીના તમામ લોકોના વીજળીનાં બિલ માફ કરવા, રહેઠાણ, પાણી વેરા અને મિલ્કત વેરા માફ કરવા, ખાનગી શાળાની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવી અથવા સરકારે ફીની રકમની સહાય કરવી, કૃષિ ધિરાણની મુદલ વ્યાજ ભરવા ખેડુતો પાસે રોકડ રકમની સગવડ ન હોય ધિરાણની મુદતમાં વધારો કરવાની સાથે ઓટો રીન્યુઅલ અમલમાં મુકી વ્યાજ માફ કરવા સહિતની માંગણીઓ સાથે કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

error: Content is protected !!