કલ્યાણપુરના ગાગા ગામેથી જામગરી બંદુક સાથે એક યુવાન ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા માલા રામજીભાઈ મામદભાઈ જાડેજા નામના ૨૮ વર્ષના હિંદુ ડફેર યુવાનને કોઈપણ પ્રકારના પરવાના વગરની રૂપિયા એક હજારની કિંમતની જામગરી બંદુક સાથે એસ. ઓ. જી. ગ્રુપના પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ કરસનભાઈ વાનરીયા તથા સ્ટાફે ઝડપી લઈ આર્મ્સ એક્ટ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!