આવતીકાલથી ધો. ૧ર સાયન્સનાં પરીણામની માર્કશીટનું થશે વિતરણ

0

ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું પરીણામ ઓનલાઈન જાહેર થઈ ગયું છે. તેનાં પરીણામની માર્કશીટનું વિતરણ દરેક શાળા અને તાલુકા કક્ષાનાં કેન્દ્ર ઉપર આવતીકાલ તા. ર૮-પ-ર૦ને ગુરૂવારનાં રોજ સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી આપવામાં આવશે. આ પરીણામ ફકત શાળાનાં આચાર્ય, શિક્ષક અને કલાર્ક તેની શાળાનાં અધિકારપત્ર આપવાથી પોતાની શાળાનું પરીણામ મેળવી શકશે અને પરીણામ મેળવ્યા બાદ શાળાઓએ વેરીફાઈ કરી પોતાનાં વિદ્યાર્થીઓને તાજેતરની પરિÂસ્થતિને અનુરૂપ કોરોના બાબતે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી વિદ્યાર્થીઓને પરીણામ વિતરણ કરવા જીલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણાએ જણાવ્યું છે. જયારે www.gseb.org વેબસાઈટ ઉપરથી વિદ્યાર્થીએ પોતાનાં વિષયનાં પેપરની તપાસણી માટે અરજી કરવાની રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!