પત્રકારો માટે સહાયકારી યોજના તત્કાલ જારી કરવા અમૃતભાઈ દેસાઈની માંગણી

જૂનાગઢ સહિત દેશ આજે કોરોના વાયરસની મહામારીનાં પંજામાં સપડાયેલ છે અને સંક્રમણ અટકાવવા માટેનાં અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. આવા કપરાકરી કાળમાં પણ ફ્રન્ટલાઈન વોરિયર એવા પત્રકાર મિત્રો જીવનાં જાખમે પોતાની ફરજ અદા કરી રહ્યાં છે અને લોકો સુધી સત્ય સમાચારો પહોંચાડી રહ્યાં છે અને તેની કામગીરીની સરાહના પણ થઈ રહી છે. પરંતુ સરવાળે તેમનાં માટે આજ દિવસ સુધી કોઈપણ જાતની સહાયકારી યોજના એક પણ જારી થઈ નથી. આ દરમ્યાન પત્રકારોને માટે સહાયકારી યોજના જાહેર કરવાની જૂનાગઢનાં જાગૃત અગ્રણી અમૃતભાઈ દેસાઈએ માંગણી કરી છે. પત્રકારોની સમસ્યા અંગે ભૂજ-કચ્છનાં સાંસદ, જામનગરનાં સાંસદ, માંગરોળનાં માજી ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાએ તથા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકે પત્રકારો માટે પેકેજ જાહેર કરવા અંગેનો એક અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતો. આ અહેવાલ પ્રસિધ્ધ થતાં જ અનેક લોકોએ વાંચ્યો હતો તેમજ પત્રકારોની કામગીરીની સરાહના પણ કરી હતી. ઘણાં લોકોએ આવકારેલ છે. ઘણાં લોકોએ મુક સંમતિ આપી છે, ઘણાં લોકોએ કોઈ જાતનો પ્રતિભાવ દર્શાવ્યો નથી આમ પત્રકારોની કામગીરી ઉપરનાં આ અહેવાલ અંગે જુદાં-જુદાં પ્રતિભાવો મળ્યાં છે પરંતુ એક બાબત આ તકે ખાસએ કરવાની કે પત્રકાર તરીકેની કામગીરી કરનારા મિત્રો કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વિનાં પોતાની કામગીરી નિરંતર બજાવ્યાં કરે છે અને બજાવતાં રહેશે. તે નિશ્ચિત છે. આ તકે એક ખાસ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જે અત્રે પ્રસ્તૃત છે.
સમાજમાં પત્રકારોની ભૂમિકા
• જયારે પણ લોકોનાં અધિકાર ઉપર તરાપ કોઈ મારતું હોય છે ત્યારે તેની સામે અવાજ ઉઠાવવાં પત્રકાર સહાયરૂપ બને છે.
• પ્રશાસન તંત્ર કે સરકારી કર્મચારી દ્વારા કોઈ ઉપર તથા અરજદાર ઉપર રાગ, દ્રેષ રાખવામાં આવે છે ત્યારે પણ સતાધિશોને કાને અવાજ પત્રકારો પહોંચાડે છે.
• સામાન્ય જનતાનાં પ્રશ્નોને સરકારી તંત્ર સુધી પહોંચાડવામાં પણ મહત્વની ભૂમિકા પત્રકારોની રહેલી છે.
• સરકારનાં તમામ વિભાગોનાં પદાધિકારીઓ કે સરકાર પણ જયારે લોકોને અન્યાય કરતી હોય છે ત્યારે લોકોનાં સર્વાંગી વિકાસનાં પ્રશ્નો, પ્રાણ પ્રશ્નોને પણ અસરકારક રીતે પત્રકાર જ વ્યકત કરે છે.
• જયારે પણ સમાજમાં કોઈ ખરાબ કૃત્ય થતું હોય છે ત્યારે તેનાં વિરૂધ્ધ પણ પત્રકારો અહેવાલો મુકતાં હોય છે.
• આપણાં શહેરથી લઈ દેશ અને દુનિયાની ખબર પણ આજ પત્રકારો લોકોની વચ્ચે જઈને મેળવી અને અખબારો અને ન્યુઝ ચેનલમાં મુકતા હોય છે.
• જયારે પણ કોઈ આપત્તિ આવે ત્યારે અસરગ્રસ્ત લોકોને સહાય પુરી પાડવાનો અવાજ પણ સરકારી તંત્ર સુધી આજ પત્રકારો પહોંચાડે છે.
• પત્રકારો સરકાર દ્વારા પ્રજાલક્ષી લેવાયેલા પગલાની જાણકારીથી નાગરીકોને વાકેફ રાખે છે.
• મહામારી અને આપતીનાં સમયમાં લોકોને જાડવાનું કાર્ય કરે છે.
• ખાસ કરીને સમાજનાં દરેક વર્ગનાં લોકો, સરકારી અધિકારીઓ કે રાજય સરકાર, કેન્દ્ર સરકાર સહિતનાં તમામ પર્સનની કામગીરી કે કોઈ પ્રશ્ન હોય ત્યારે આજ પત્રકારો સમાજનો એક અવાજ બનીને અખબારોનાં પાને પ્રસિધ્ધ કરાવતાં હોય છે. આમ પત્રકારોની અનેકગણી કામગીરી જા ધ્યાનથી દ્રિષ્ટપાત કરીએ તો જાવામાં આવશે.
ઉપરોકત સિવાયની પણ અનેક કામગીરીમાં આ પત્રકારો આમ સમાજ, સરકારી તંત્ર, સર્વાંગી સમાજ અને સરકાર સાથે પણ રહીને વિકાસની યાત્રામાં પણ એટલો જ સહયોગ આપી રહ્યાં છે. ત્યારે આવા પત્રકારોનાં વિકાસ માટેની સહાયકારી યોજના જારી થવી જાઈએ. તેવી લાગણી અને માંગણી પ્રવર્તી રહી છે. ઔરીસ્સામાં પત્રકારો માટે કોરોનાના સામના માટે ખાસ પેકેજ જાહેર કર્યુ છે ત્યારે જૂનાગઢનાં લઘુ ઉદ્યોગ ભારતીનાં મહામંત્રી અમૃતભાઈ દેસાઈએ ગુજરાતનાં પત્રકારો માટે પેકેજ જાહેર કરવાની માંગણી વ્યકત કરી છે અને ઉચ્ચકક્ષાએ પણ રજુઆત કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!