માખીયાળા ગામનાં પૂર્વ સરપંચ અને તલાટી મંત્રી વિરૂધ્ધ રૂ.૪૭.૮૩ લાખની ઉચાપતની ફરીયાદ

જૂનાગઢ તાલુકાનાં માખીયાળા ગામનાં પૂર્વ સરપંચ અને તલાટી કમ મંત્રી વિરૂધ્ધ ઉચાપતની ફરીયાદ નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકા વિકાસ અધિકારી એસ.એ.ચાવડાએ માખીયાળા ગામનાં પૂર્વ સરપંચ રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા તથા ઝાલણસર ગામનાં તલાટી મંત્રી જી.આર.પરમાર વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામનાં આરોપીઓએ સરકારી નાણાંની ઉચાપત કરવા માટે પૂર્વ આયોજીત કાવતરૂં રચી અને જે કાવતરાનાં ભાગરૂપે ૩ વર્ષનાં ૧૪માં નાણાં પંચનાં કામોની અને બચત ગ્રાન્ટની વર્ષ ર૦૧૭ થી ર૦ર૦ દરમ્યાન કુલ રૂ.ર૭,ર૬,૬૮૮ કે જે ચોખ્ખી બચત તેમજ કામ કર્યા વગરની રકમ અને અન્ય રકમ મળી રૂ.ર૦,પ૬,૪૩૪ કે જેનાં યુટીસી સીસી રજુ કર્યા વગર કુલ સરકારી નાણાં રૂ.૪૭,૮૩,૧રરની ઉચાપત કરી અને પાછળથી ખોટું રેકર્ડ ઉભું કરી તેને સાચા રેકર્ડ તરીકે રજુ કરી ગુનો કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાતા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ વી.યુ.સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

error: Content is protected !!