કોરોના વાઇરસને કારણે વિશ્વમાં ૫૮ લાખથી વધુ લોકો બીમાર થયા અને સાડા ત્રણ લાખથી વધુ લોકોનાં મોત થયાં. કોરોના મનુષ્યના જીવન પર છેલ્લા દાયકાઓમાં સૌથી મોટું જાખમ બનીને આવ્યું. આ મહામારીએ વિશ્વભરની દરેક વસ્તુ બદલી નાંખી છે. ખાસ કરીને આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલી ચીજાને મોટા પાયે બદલી નાંખી છે.. જેનો અંદાજ લગાવી શકાય નહીં. છતાં આંકડા તપાસનારા અને આપણી વચ્ચેનું સ્ટટિસ્ટિક મગજ તેને માપવાનું પ્રયત્ન કરી રÌšં છે.અમે એવા મોટા કેટલાક ફેરફારોને સમજવાનો પ્રયત્ન કર્યો છે. જે આ મુજબ છે…
આરોગ્યકર્મીઓનું સન્માન, વખાણ વધ્યા
સંકટના સમયમાં હેલ્થ સ્ટાફ મસિહા બનીને આવ્યો. તેઓ પોતાની અને પરિવારની પરવા કર્યા વિના મોરચા પર ટકી રહ્યા. લોકો તાળીઓ, સંગીત વગાડી તેમનું સન્માન કરવા લાગ્યા.
માસ્ક, ડિસ્ટન્સિંગ
જાહેર પરિવહન, દુકાનો અને ભરચક વિસ્તારોમાં લોકો માસ્ક પહેરવા લાગ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવી રહ્યા છે. સંક્રમણના સમયમાં આ જીવનનો ભાગ બની ગયા છે. આરોગ્યને લઇ જાગરુકતા પણ વધી છે.
બેરોજગારી વધી
કોરોના વાઇરસની અસર રોજગાર ઉપર પણ પડી. અમેરિકામાં બેરોજગારી દર રેકોર્ડ ૧૪ ટકા થઇ ગયો. નિષ્ણાતો મુજબ ૧૯૯૮ બાદ પહેલી વખત ગરીબી વધશે. આશરે ૫૦ કરોડ લોકો ગરીબીનો શિકાર થઇ શકે છે.
અંદાજ કરતાં વધુ મોત
કોરોનામાં વિશ્વભરમાં થયેલાં મોતની સંખ્યા અંદાજ કરતાં ઘણી વધારે છે. સત્તાવાર આંકડા સ્પષ્ટ તસવીર નથી દેખાડતા પરંતુ ૨૪ દેશોના અભ્યાસ બાદ ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ને જણાયું કે ઘણા દેશોમાં ૭૪ હજાર મોત વધુ થયા છે. તેમાં હોસ્પિટલોમાં સારવાર કરાવવા નહીં ગયેલા પણ સામેલ છે. અમેરિકામાં આશરે ૫૭ હજાર મોત અંદાજથી વધુ થયાં છે.
લોકો વસિયતનામું કરવા લાગ્યા
કસમયના મોતના ડરથી વિલ બનાવવામાં તેજી આવી છે. તેનું કારણ એ પણ છે કે કોરોનાથી સારવાર કે મોત દરમિયાન પરિવાર, મિત્ર કે નજીકના સંબંધીઓને પાસે આવવાની મંજૂરી અપાતી નથી.
પલાયન અને સંક્રમણ વધ્યું
મહામારીને રોકવા માટે માનવ ઇતિહાસના સૌથી મોટા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છતાં તે પૂરતા સાબિત થયા નહીં. લાખો લોકોનો કામ-ધંધો બંધ થઇ ગયો તો તેઓ ઘરે પરત થવા લાગ્યા. એકલા વુહાનમાંથી ૭૦ લાખ લોકો શહેર છોડીને જતા રહ્યા. કોરોનાનો પ્રકોપ ફેલાવવાનો એનાથી ખરાબ સમય હોઇ શકે નહીં.
ટ્રાફિક, અકસ્માત ઘટ્યા, સ્પીડ વધી ગઇ
લોકડાઉન દરમ્યાન ટ્રાફિક બંધ હોવાથી માર્ગો પર અકસ્માત ઘટ્યા, પરંતુ વાહનચાલકોએ તેમની સ્પીડ વધારી દીધી. ખાલી માર્ગો ઉપર લોકો પૂરઝડપે વાહન દોડાવવા લાગ્યા.
પર્યાવરણમાં સુધારો
વિશ્વભરમાં ટ્રાફિક અટકી જવાની અસર ગ્રીનહાઉસ ગેસ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઉપર પડી. ફોસિલ ફ્યૂઅલ અને વાહનોનો ઉપયોગ ઘટવાથી તેમાં રેકોર્ડ ઘટાડો થયો. નવા રિસર્ચ મુજબ આ ગેસોનું ઉત્સર્જન આશરે ૮ ટકા સુધી ઘટ્યું.
ગુના ઘટ્યા, ચોરી-છેતરપિંડી વધ્યાં
મોટા ગુનામાં ઘટાડો થયો, પરંતુ ચોરી-છેતરપિંડી વધી ગયા. વિરાન શહેરોનો લાભ ઉઠાવી ચોરોએ દુકાનો, રેસ્ટોરન્ટને નિશાન બનાવ્યા. કોરોનાના નામે ઓનલાઇન છેતરપિંડી વધી ગઇ છે.
દુનિયા ઓનલાઇન થઇ
વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન અભ્યાસ, ટ્રેનિંગનું ચલણ વધ્યું. મોટા ભાગનાં બાળકો ઘરોમાં જ રહ્યાં. જરૂરિયાતની વસ્તુઓની હોમડિલિવરી વધી. ચીજાને અડવાથી બચવા માટે ઓનલાઇન ઓર્ડર પણ વધ્યા. ઇ-લ‹નગ, ઇ-ગેમિંગ, ઇ-બુક્સ અને
ઇ-અટેન્ડન્સનું ચલણ વધ્યું.
સ્ક્રીન ટાઇમ વધ્યો
કોરોના મહામારી પહેલાં અમે ડિજિટલ ડિવાઇસ કે ઉપકરણો પર પસાર કરનારા સમયને ઓછો કરવા કે તેને જાવાથી અટકવાનો દરેક સંભવ પ્રયાસ કર્યો. પરંતુ લોકડાઉને તેને વધારી દીધો. લોકોએ સ્ક્રીન પર વધુ સમય વિતાવ્યો.
લોટનો વપરાશ વધ્યો, પરંતુ સાથે
ખાવાની ટેવ છૂટી ગઇ
લોકડાઉન દરમ્યાન મોટી વસતી ઘરોમાં કેદ થઇ ગઇ. આ સમયનો ઉપયોગ લોકોએ નવા-નવા પ્રયોગો કરવામાં કર્યો. સૌથી વધુ એક્સપેરિમેન્ટ ખાવા-પીવા અંગે થયો. મર્યાદિત સંસાધનો વચ્ચે સૌથી વધુ વપરાશ લોટનો થયો. જાકે સોશિયલ ડિસ્ટન્સિંગ ને કારણે સાથે મળીને રસોઇ બનાવવા અને ખાવાની ટેવો ઓછી થઇ ગઇ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews