ભેસાણ તાલુકાનાં સાંકરોળા ગામનાં રપ ખેડૂતોએ પોતાને મળેલી સહાયની રકમ સાંકરોળા સેવા સહકારી મંડળી મારફત મુખ્યમંત્રી રીલીફ ફંડમાં આપી દઈને ઉદારતાનું ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડયું છે. જૂનાગઢ જીલ્લા સહકારી બેંકનાં જનરલ મેનેજર કે.એચ.ભટ્ટ તેમજ બેંકનાં ડિરેકટર વજુભાઈ મોવલીયાએ આ પંથકની મુલાકાત લીધી હતી. ત્યારે સાંકરોળા ગામનાં રપ ખેડૂતોએ કિસાન સન્માન નિધી અંતર્ગત મળતી રૂ.ર હજારની સહાય કોરોના મહામારી સામે લડવા માટે ગુજરાત સરકારને પરત આપવાનું નકકી કર્યું હતું અને સાંકરોળા સેવા સહકારી મંડળીનાં પ્રમુખ ભાભલુભાઈ, અગ્રણી બદરૂભાઈ અને બરવાળા શાખાનાં મેનેજર એસ.ડી.ભેસાણીયા મારફત કુલ રૂ.પ૧ હજારનો ચેક મુખ્યમંત્રી રીલીફ ફંડમાં જૂનાગઢ જીલ્લા સહકારી બેંક મારફત મોકલ્યો હતો. અત્રે નોંધનીય છે કે નાના ગામનાં ખેડૂતોએ દાખવેલી આ ઉદારતાની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews