જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ ગઈકાલે જૂનાગઢનાં લોકપ્રિય અખબાર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી અને માલિક કાર્તિકભાઈ ઉપાધ્યાય, સહતંત્રી અભિજીત ઉપાધ્યાય અને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર દ્વારા તેઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે ડીવાયએસપી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ તંત્રીશ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયની સાથે મુલાકાત દરમ્યાન જૂનાગઢ શહેર અને જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી અંગેની વિશેષ ચર્ચાઓ તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસતંત્રનાં વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા લોકડાઉનનાં સમયગાળા દરમ્યાન આમ નાગરિકને પણ ન્યાય અને મદદ મળે તેવી ઉમદા કામગીરી દાખવી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે પંક્તિને સાર્થક કરી છે તે બદલ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. જૂનાગઢ શહેરનાં જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી તરીકે નિમણુંક પામેલાં શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આશરે દોઢેક વર્ષનાં સમયગાળા દરમ્યાન એટલે કે તેઓએ જયારથી જૂનાગઢ શહેરમાં પોતાની કામગીરી શરૂ કરી ત્યારથી લઈને આ સમયગાળા દરમ્યાન દરેક વર્ગમાં ખુબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. નાનામાં નાનો વ્યકિત હોય કે કોઈ મોટા અધિકારીઓ, રાજકીય પાર્ટીનાં આગેવાનો, સમાજનાં પ્રતિષ્ઠીત આગેવાનો તેમજ દરેક સમાજનાં લોકોને જાડવાનું અને સાંકળવાનું કાર્ય કરેલ છે. એટલું જ નહીં દરેક સમાજનાં ધાર્મિક તહેવારોમાં પણ તેઓએ ખુબ જ સંકલન અને સુંદર કામગીરી કરી અને જૂનાગઢ શહેરમાં અને જીલ્લામાં દરેક વર્ગોમાં એખલાસભર્યું વાતાવરણ બની રહે અને શાંતિ અને ભાઈચારાની ભાવના વધુ સુદૃઢ બને તેવા પ્રયાસો જારી કરવામાં આવેલ છે. સમાજનાં વિવિધ સંગઠનો તેમજ હિન્દુ-મુસ્લિમ બંને સમાજનાં આગેવાનો દ્વારા પણ આ નિખાલસ વ્યકિતત્વનાં માલિક એવા પ્રદિપસિંહ જાડેજાનું સન્માન પણ કરવામાં આવતું હોય છે. તાજેતરમાં મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર તહેવાર એવાં રમઝાન ઈદનાં તહેવારો દરમ્યાન પણ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને પોલીસ વિભાગ દ્વારા એક નવો અભિગમ અપનાવી અને મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારકવાળાં માસ્કનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. આગેવાનોએ આ અધિકારીનું સન્માન પણ કર્યું હતું. છેલ્લાં ર૭ વર્ષથી જૂનાગઢ સહિત અન્ય જીલ્લાઓમાં અને મોટા સીટીમાં પણ ખુબ જ પ્રશંસનીય કામગીરી દાખવનારા
શ્રી પ્રદિપસિંહ જાડેજાને તેમની સુંદર કામગીરી પોલીસ અને પ્રજા વચ્ચેનું સંકલન કાયદો અને વ્યવસ્થા બાબતે તેમજ નાનામાં નાની વ્યકિતને પણ કોઈ અન્યાય ન થાય તેવાં પ્રયત્નોને લઈને ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી સહિતનાં મહાનુભાવો દ્વારા રાષ્ટ્રીય તહેવારો દરમ્યાન તેઓનું યથોચિત સન્માન અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવેલ છે. સતાનું કોઈ અભિમાન નહીં અને ગમે ત્યારે એનીટાઈમ ફરજ નિષ્ઠા માટે પોતાની કાબેલીયત દર્શાવનારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું એક માનવતાનું સેવા અભિયાન લોકડાઉનનાં આ સમયગાળા દરમ્યાન સતત ચાલી રહ્યું હતું. કોરોના વાયરસની મહામારીમાં સંક્રમણને અટકાવવા માટેનાં પ્રયાસનાં ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉન જારી કરવામાં આવેલ. આ ૪ તબક્કા દરમ્યાન સતત જાગૃતિ, સતર્કતા રાખી તેમજ લોકોને પણ ઘરમાં રહો સુરક્ષિત રહો અને સ્ટે એટ હોમની પ્રણાલિકા અપનાવવા સમજાવવામાં આવેલ અને ખુબ જ જાગૃતિભર્યું કાર્ય જૂનાગઢનાં વરિષ્ઠ અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર અને જીલ્લાનાં પોલીસતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. કયારેક પ્રેમથી તો કયારેક કાયદાકીય રીતે પણ જરૂર પડી ત્યાં કાર્યવાહી કરી અને લોકડાઉનને સફળ બનાવવા પણ મહત્વની કામગીરી બજાવી છે એટલું જ નહીં તેઓશ્રીનાં માર્ગદર્શન હેઠળ અસ્થિર મગજનાં લોકોને પણ સુદૃઢ બનાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ગરીબ વર્ગ, જરૂરીયાતમંદ વર્ગને રાશનકીટ સહિતની સહાય પ્રાપ્ત થાય તેવા પણ સામાજીક સંસ્થાઓ અને આગેવાનોનાં સહકારથી દાયિત્વ પૂર્ણ રીતે નિભાવી શક્યા છે. આ ઉપરાંત એક સમય એવો આવ્યો કે, નાનામાં નાની વ્યકિતને જ્યારે પણ આ લોકડાઉનનાં સમય દરમ્યાન જરૂર પડી છે દર્દીઓની મદદે પણ તેમની કામગીરી ઉમદા રહી હતી ત્યારે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક સાંધતા જ તેઓને જાઈતી મદદ મળી જતી હોવાનાં અનેક ઉદાહરણો સામે આવ્યાં છે. કોઈ જરૂરીયાતમંદ દર્દીને બહારગામ સારવાર માટે જવું હોય તો તેની વ્યવસ્થા, મજુરોને માટે વ્યવસ્થા તેમજ બહારગામથી અહીં જૂનાગઢ આવવા માટે અથવા તો કયાંય ફસાઈ ગયા હોય તેવી વ્યકિતએ પણ રાત્રીનાં સમયે પણ ગમે ત્યારે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક સાંધતા તેઓએ યોગ્ય વ્યવસ્થા કરી આપી હોય અને અનેક લોકોને લોકડાઉનમાં સધિયારો આપવામાં મહત્વની કામગીરી કરી છે. શિવરાત્રીનો મેળો, પરિક્રમાનો મેળો, દાતારબાપુનો ઉર્ષ તેમજ ધાર્મિક પ્રસંગો સહિતમાં તેઓની ઉમદા કામગીરી રહી છે. નિર્મળ અને નિરાલું વ્યકિતત્વ તેમજ રાજપુતી શાનનું ગૌરવશાળી વ્યકિતત્વ, પોલીસવર્દીની ફરજનિષ્ઠા, માનવ અધિકારનાં રક્ષક અને હિમાયતી એવા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને ગઈકાલે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમ્યાન તંત્રીશ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય અને સહતંત્રી અભિજીત ઉપાધ્યાય તેમજ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર દ્વારા વધુને વધુ યશસ્વી કામગીરી કરી અને લોકોનાં સેવાનાં કાર્યો કરતાં રહે તેવી શુભકામનાં પાઠવવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews