જિયો પ્લેટફોર્મ્સમાં મુબાદલા રૂ. ૯,૦૯૩.૬૦ કરોડનું રોકાણ કરશે

0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને ભારતની અગ્રણી ડિજિટલ સર્વિસીસ પ્લેટફોર્મ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“જિયો પ્લેટફોર્મ્સ”)એ આજે જાહેરાત કરી હતી કે, અબુ ધાબીનું સરકારી ફંડ મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની (મુબાદલા) જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.૯,૦૯૩.૬૦ કરોડનું રોકાણ કરશે. આ રોકાણથી મુબાદલાને જિયો પ્લેટફોર્મ્સમાં સંપૂર્ણ ડાઇલ્યુટેડ આધારે ૧.૮૫ ટકા ઇક્વિટી હિસ્સો મળશે. આ રીત જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ.૪.૯૧ લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ મૂલ્ય ૫.૧૬ લાખ કરોડ થયું છે. આ રોકાણ સાથે જિયો પ્લેટફોર્મે છ અઠવાડિયાથી ઓછા ગાળામાં અગ્રણી ગ્લોબલ ટેકનોલોજી અને ગ્રોથ રોકાણકારો પાસેથી કુલ રૂ.૮૭,૬૫૫.૩૫ કરોડનું ફંડ ઊભું કર્યું છે, જેમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર અને મુબાદલા સામેલ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જે આખા ભારતમાં ૩૮૮ મિલિયન સબસ્ક્રાઇબરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન ૧.૩ અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વૃદ્ધિનો લાભ મેળવી શકે. આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે,“મને ખુશી છે કે, સૌથી વધુ બાહોશ અને ગ્લોબલ ગ્રોથ રોકાણકારો પૈકીના એક મુબાદલાએ ભારતને વિશ્વનું અગ્રણી ડિજીટલ રાષ્ટ્ર બનાવવા ડિજિટલ વૃદ્ધિને વેગ આપવાની અમારી સફરમાં અમારી સાથે જોડાણ કરવાનો નિર્ણય લીધો છે. અબુધાબી સાથે લાંબા ગાળાના જોડાણ દ્વારા મેં અંગત રીતે યુએઇના નોલેજ-આધારિત અર્થતંત્રને વિવિધતાસભર બનાવવામાં અને એને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડવામાં મુબાદલાની કામગીરીની અસર જોઈ છે. મુબાદલાએ દુનિયામાં વિકાસની સફરને વેગ આપ્યો છે. એના આ અનુભવ અને જાણકારીમાંથી લાભ લેવા અમે આતુર છીએ.”

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!