જૂનાગઢ માર્કેટ યાર્ડ ખાતે વેપાર કરતા ફરિયાદી મહેશભાઇ છગનભાઇ બાલધા જાતે પટેલનું હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ જીજે-૧૧બીબી-૦૬૩૮ કિંમત રૂ. ૧૦,૦૦૦ જૂનાગઢ શાકમાર્કેટ યાર્ડ પાસે સોરઠ સ્ટેશનરી પ્રોડકટ નામના કારખાના પાસે પાર્ક કરેલ ત્યાંથી કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવેલ હતુ. આ બાબતે ફરિયાદી મહેશભાઇ છગનભાઇ બાલધા જાતે પટેલએ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી. ગોસાઈ, પો.સ.ઇ. વી.આર. ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના હે.કો. સંજયભાઇ, વનરાજસિંહ, અનકભાઇ, પ્રવિણભાઇ, દીનેશભાઇ, ભનુભાઇ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા તથા ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી મુજબ આ વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ભરત ઉકાભાઇ સાસીયા રહે. દેવપરા ગામ, પરબ વાવડીને ચોરીમાં ગયેલ વાહન હીરો હોન્ડા સ્પ્લેન્ડર જીજે-૧૧બીબી-૦૬૩૮ કિંમત
રૂ. ૧૦,૦૦૦ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews