જૂનાગઢમાં કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા છેલ્લા અઢી માસથી બંધ હોય કરોના મહામારી કારણે સરકારે તમામ ધર્મ સ્થાનોને ભાવિકો માટે બંધ કરાયા હતા જે હવે આગામી આઠ જૂન સોમવારથી દર્શન માટે ખુલી રહ્યા છે ત્યારે દાતારના મહંત ભીમબાપુ દ્વારા તમામ દાતારના ભક્તોને એક જાહેર નિવેદન દ્વારા જણાવેલ છે કે, સરકાર અને પ્રશાસનના નિયમોને આધીન ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના ત્રણ હજાર પગથિયા ચડીને આવતા તમામ ભાવિકોએ દર્શન માટેના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું પડશે. તમામ ભાવિકોએ દિવસ દરમ્યાન સૂર્યોદયથી સૂર્યાસ્ત પહેલાં દાતાર પર્વત ઉપરથી દર્શન પ્રસાદ લઈને નીચે ઉતરી જવું પડશે અને બપોરની લોબાન આરતીમાં કોઈ પણને સામેલ નહિ કરાય. દર્શન માટે ભાવિકોને જગ્યામાં પ્રવેશતા પહેલા ફરજ ઉપરના એસઆરપી જવાનો દરેક ભાવિકોનું થર્મલ મશીનથી ટેમ્પરેચર સ્કેનીંગ સાથે સેનીટાઈઝરથી હાથ સાફ કરાવશે અને દરેક ભાવિકોએ મોઢા ઉપર માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક વગરના ભાવિકોને જગ્યામાં પ્રવેશ અપાશે નહિ અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે દાતારબાપુની ગુફામાં એક એક ભાવિકને પ્રવેશ આપીને દર્શન કરાવશે અને બહારના ભાગે પ્રસાદ માટે એક થાળામાં બેજ ભાવિકોને બેસાડી પ્રસાદ પીરસાશે અને દર્શન અને પ્રસાદ લઈ લીધા બાદ ભાવિકોએ પરત ફરવાનું રહેશે અને બપોરના લોબાન આરતીના સમયે કોઈપણને જગ્યાના પરિસરમાં પ્રવેશ મળશે નહિ જેની દરેક ભાવિકોએ નોંધ લેવા જગ્યાના મહંત ભીમબાપુની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews