જૂનાગઢના જાણીતા રેડીયોલોજીસ્ટ ડો.કેયુર મહેન્દ્રભાઈ કાલરીયા શ્રી ખીમજી જમનાદાસ ખત્રાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કે.જે. નિદાન કેન્દ્રમાં જાડાયા છે અને તેઓની સેવા હવે કે.જે. નિદાન કેન્દ્રમાં ઉપલબ્ધ બની છે.
શ્રી ખીમજી જમનદાસ છત્રાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કે.જે.નિદાન કેન્દ્ર, બસ સ્ટેશન પાસે, જૂનાગઢ ખાતે આવેલ છે અને જયાં રાહતદરે દર્દીનાં રોગનું નિદાન કરવામાં આવે છે. અહી રેડિયોલોજી તથા પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં રાહતદરે રોગોનું નિદાન કરવામાં આવે છે. ડો.કેયુર મહેન્દ્રભાઈ કાલરિયા, આ સંસ્થામાં જુન ર૦ર૦થી જાડાયા છે. તેઓએ પોતાનો અભ્યાસ એમ.બી.બી.એસ. સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી કરેલ છે. ત્યારબાદ તેઓએ ડી.એમ.આર.ડી.ની પદવી ડી.પી.યુ. પુનાથી મેળવેલ છે. ત્યારબાદ તેઓએ સિનિયર રેસીડેન્ટની પોસ્ટ ઉપર રહી ઉચ્ચ અભ્યાસ માટે એપોલો હોસ્પિટલ, ચેન્નઈ ખાતે ર વર્ષનો અનુભવ મેળવેલ છે. ત્યારબાદ તેઓ રાજકોટ સ્થિત આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં લગભગ ૧ વર્ષનાં સમયગાળા સુધી સેવા આપતા હતા. પરોપરાય પુણ્યાય અને કર ભલા, તો હો ભલા જેવા જીવનમંત્ર જેમણે અપનાવેલા છે તેવા જૂનાગઢનાં મુળ વતની ડો.કેયુર કાલરીયા હવે જૂનાગઢવાસીઓની સેવા માટે તત્પર છે. અત્યાર સુધીમાં તેઓએ પ૦,૦૦૦થી વધુ એકસ-રે, ૩૦,૦૦૦થી પણ વધુ સોનોગ્રાફી તથા ૧૦,૦૦૦થી વધુ સી.ટી.સ્કેન અને એમ.આર.ઈ.નો બહોળો અનુભવ ધરાવીને સચોટ નિદાન વિવિધ સંસ્થાઓમાં કરેલ છે અને હવે તેઓની સેવા કે.જે. નિદાન કેન્દ્રમાં ઉપલબ્ધ બની છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews