જૂનાગઢમાં નાગેશ્વર ડેરી ફાર્મ વાળી ગલીમાં ગટરનું ઢાંકણુ છેલ્લા ૧પ દિવસથી તુટેલી હાલતમાં


જૂનાગઢ શહેરમાં જયશ્રી રોડ ઉપર આવેલ નાગેશ્વર ડેરી ફાર્મ વાળી ગલીમાં, રાજમહેલ તથા સાંદીપની એપાર્ટમેન્ટ વાળા રોડ ઉપર અંદાજે ૧પ દિવસથી ગટરનું ઢાંકણું સાવ તુટેલી હાલતમાં છે. પરંતુ કોઈએ કાર્યવાહી કરવાની તસ્દી લીધી નથી. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આવા અણધડ વહીવટને કારણે પ્રજા પારાવાર યાતના ભોગવવા મજબૂર છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અણધડ તથા ભ્રષ્ટાચારી વહીવટને કારણે નાગરિકો પારાવાર યાતના ભોગવવા મજબૂર બન્યા છે. આ બાબતે તત્કાલ યોગ્ય કરવાની માંગણી જૂનાગઢનાં જાગૃત નાગરિક મૂળવંત દોશીએ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!