શાળાઓ ખૂલશે અને એક પણ બાળક જા કોરોના સંક્રમિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે

0

લોકડાઉન બાદ અનલોક એકની જાહેરાત સાથે રાજ્યમાં જુલાઈ માસથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની હિલચાલ શરૂ થઈ હોવાનું જણાય છે. આ મામલે વાલીઓના વિચાર જાણવા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૯પ ટકા વાલીઓએ બાળકોના અભ્યાસ સાથે તેમની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ વાતને ટેકો આપતા હોય તેમ ગુજરાત વાલી મંડળે પણ જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોરોનાના શૂન્ય કેસ થાય નહીં, ત્યાં સુધી ગુજરાતમાં શાળાઓ શરૂ કરવી જાઈએ નહીં. અમેરીકા, ઈઝરાયેલ દેશનો દાખલો આપીને જણાવ્યું કે બંને દેશોમાં સ્કુલો શરૂ કરાતા અનેક વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટે આવી ગયા હતાં. ગુજરાત શિક્ષણ વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, આ રોગની સૌથી મોટી સમસ્યા એ છે કે, જા કોઈ બાળકને ચેપ લાગે તો બાળકને એકલાને જ દાખલ કરવામાં આવે છે, જે વાલીઓ માટે મોટી ચિંતાનો વિષય છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, જા શાળાએ જતા એક પણ બાળકને ચેપ લાગ્યો તો તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત રાજ્ય સરકારની રહેશે. એલિમેન્ટરી એક્ટ મુજબ ૬થી ૧૪ વર્ષના બાળકો કુમળી વયમાં આવે છે. જેથી જ્યાં સુધી મહામારીની સ્થિત સંપૂર્ણ ન સૂધરે ત્યાં સુધી શાળાઓ ખોલવી નહીં જાઈએ. નરેશ શાહે જણાવ્યું હતું કે, સ્કૂલ વાનોને કે રિક્ષામાં રિસેસના સમય દરમ્યાન કે ટોયલેટમાં બધા સ્થળે બાળકોને ચેપ લાગવાનું જાખમ રહેલું છે. વિદ્યાર્થીઓની ર૦ની સંખ્યા સામે વર્ગમાં ૩૦ વિદ્યાર્થીઓને બેસાડે તો પણ સંક્રમિત થવાનું જાખમ વધી જશે અને શાળાઓ ઉપર આર્થિક બોઝ વધશે. વળી સેનિટાઈઝરથી બાળકોના ફેફસાને અસર થવાની શક્યતા પણ રહેલી છે. અમારી ચિંતા અંગે રાજ્ય સરકારને ત્રણ પત્રો લખ્યા છતાં કોઈ જવાબ મળ્યો નથી. અમદાવાદની લિટલ ફ્લાવર સ્કૂલના ટ્રસ્ટી જનક શાહે જણાવ્યું હતું કે, અમને ગુજરાત વાલીમંડળના પ્રશ્નો અને બાળકોની સલામતીની ચિંતા છે. વાલીમંડળના સૂચનોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારના દિશા-નિર્દેશો મુજબ શાળા શરૂ કરી શકાય છે. જા ક્લાસમાં રપ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે અને તેમની વચ્ચે છ ફૂટનું અંતર રાખવામાં આવે તો તે હિતાવહ છે, તેમજ રિસેસમાં પણ પ્રથમ દસ વિદ્યાર્થીઓ અને ત્યારબાદ બીજા દસ વિદ્યાર્થીઓને મોકલી શકાય. શાળામાં મેડિકલ ઓફિસરની તહેનાતી જરૂરી છે અને બાળકોનું નિયમિત મેડિકલ ચેપ પણ થવું જાઈએ. આ નવતર પ્રોગ્રેસ માટે થોડી હિંમત કરવી પડશે. અને સ્કુલ સંચાલકો અને રાજય સરકારે વાલીઓ સાથે ચર્ચા કરી લોક જાગૃતિ ઉભી કરવી પડશે. ગુજરાત રાજયની અનેક હાઈસ્કૂલના આચાર્યોએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના કારણે ગુજરાતમાં શાળાઓ સૌથી પહેલાં બંધ થઈ હતી અને હવે બાળકોના આરોગ્યનો વિચાર કરતા સ્કૂલો સૌથી છેલ્લે ખૂલવી જાઈએ. કોરોનાના લક્ષણો જણાતા નથી તેવી સ્થિતમાં જા એક બાળક પોઝિટિવ હશે તો અનેક બાળકો સંક્રમિત થશે. શાળાઓ ભણાવવા માટે વાલીઓ આતુર છે, પણ કોરોનાના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાની ચિંતા એક મોટો મુદ્દો છે. સરકાર  પણ આ મામલે જાગૃત છે અને રાજ્ય સરકાર ફૂંકીફૂંકીને પગલું ભરશે. તેવો વિશ્વાસ છે. ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા અંગે કોરોનાની સ્થિત મુજબ નિર્ણય લેવો જાઈએ. અમદાવાદ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. જેથી અહીં નિર્ણય મામલે વિશેષ તકેદારી રાખવી પડશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!