કટોકટીનાં સમયે પણ કેન્સરનાં દર્દીને જૂનાગઢ પોલીસ દ્વારા યોગ્ય મદદ મળી જતાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરાયું

લોકડાઉનનાં સમયમાં જૂનાગઢ પોલીસની કામગીરી ઉમદા રહી હતી અને અનેક જરૂરીયાતમંદોને મદદ કરી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરેલ હતું. આ દરમ્યાન એક કેન્સરનાં દર્દીને પણ મહત્વની મદદ મળી જતાં જૂનાગઢ પોલીસનો હૃદયપૂર્વક આભાર માનેલ છે. અને ગઈકાલે શ્રી સમસ્ત લુહાર જ્ઞાતિ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવેલ હતું. જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદરસિંહ પવાર અને જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘનાં માર્ગદર્શન હેઠળ શહેર અને જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રની કામગીરી લોકડાઉન દરમ્યાન સરાહનીય રહી છે. આ અંગેની મળતી વિગત અનુસાર જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા સહિતના સ્ટાફના સંજય ગઢવી, કમલેશભાઈ, કમાન્ડો ભગાભાઈ સહિતની ટીમ દ્વારા અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા પીએસઆઇ રવીરાજસિંહ જાડેજાને કેન્સરના દર્દી વિનોદભાઈ પરમારનું સિવિલ હોસ્પિટલનું કાર્ડ વોટસઅપ મારફતે મોકલી આપતા પીએસઆઇ જાડેજાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જઈ દવા મેળવી, સરખેજ ચોકડી ખાતેથી આવતા વાહનમાં ડ્રાઈવર સાથે રાજકોટ મોકલી, રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનના પો.કો. દિવ્યરાજસિંહ મારફતે જૂનાગઢ આવતા વાહનમાં સાબલપુર ચેક પોસ્ટ ઉપર પીએસઆઇ વી.કે. ઉંજિયા મારફતે મેળવી, જરૂરી દવા કેન્સરના દર્દી વિનોદભાઈ પરમારને બોલાવી આપવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા વિનોદભાઈ પરમાર દ્વારા જૂનાગઢ પોલીસે પોતાના કપરા સમયમાં આંગડિયા પેઢીની ગરજ સારી, કપરા સમયમાં મદદ કરવામાં આવેલ હોય જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ જૂનાગઢ પોલીસ દ્વારા અમદાવાદ શહેર પોલીસ અને રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરી કેન્સરના દર્દીના કુટુંબીજનો બની, આંગડિયા પેઢીની ગરજ સારી, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કેન્સરની મોંઘી દવા વિના મૂલ્યે મેળવી આપતા વિનોદભાઈ પરમારને ગુજરાત પોલીસનો એક અલગ જ અનુભવ થયો હતો અને પોતાને દવા મળતા ભાવ વિભોર થઈ ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. દરમ્યાન તા. રપ-પ-ર૦નાં રોજ શ્રી સમસ્ત લુહાર જ્ઞાતી યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!