સોમવારથી જૂનાગઢ સહિત ભવનાથ ક્ષેત્રનાં ધાર્મિક સ્થળો ખુલશે આજે સંતોની મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ

0


આગામી સોમવારે જૂનાગઢ સહિત રાજયનાં ધાર્મિક સ્થળો ખુલ્લી જવાનાં છે અને જેને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે. અઢી માસ કરતાં પણ વધારે સમયથી મંદિરનાં દ્વાર ભકતજનો માટે બંધ હતાં આ દરમ્યાન આજે જૂનાગઢ કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ધર્મસ્થાનોનાં મહંતો સાથે વિડીયો કોન્ફરન્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગિરનાર તિર્થક્ષેત્રનાં વરિષ્ઠ સંતો તેમજ ગિરનાર મંડળનાં અધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુ, અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરીબાપુ સહિતનાં સંતો ઉપસ્થિત રહ્યાં હતાં અને કોરોનાની મહામારીનાં આ સમયમાં નિયમોનાં પાલન સાથે મંદિરો ખુલવા પામશે અને તેમાં પણ સામાજીક ડિસ્ટન્સ, મોઢે માસ્ક પહેરવું તેમજ ખોટી ભીડ-ભાડ ન થાય અને લાઈનમાં ઉભીને દર્શન કરવા સહિતનાં મહત્વનાં મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!