Thursday, January 21

પૂજય મોરારીબાપુની રામકથાનો ઓનલાઈન કાર્યક્રમ શરૂ

વિશ્વ પ્રસિધ્ધ અને જાણીતાં પ્રખર રામાયણી પૂજય મોરારીબાપુની રામકથાનો ઓનલાઈન પ્રારંભ કરવામાં આવેલ છે. માનસ ગુરૂ વંદના સાથે ૮૪૪મી રામકથા ૬ જુન ર૦ર૦નાં આસ્થા ચેનલ ઉપર ૧૦ વાગ્યે જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. પૂજય મોરારીબાપુની આ રામકથા ત્રિભુવન તટનાં સાંનિધ્યમાં તલગાજરડા ખાતે શરૂ થઈ છે. આ અનોખી કથા કે જેમાં સંગીતકારો નથી, કોઈ શ્રોતાઓ નથી, બસ માત્ર કથાનું વહેણ છે અને આ કથામાં ભાવિકોને ભીંજાવાનો એક દિવ્ય સત્સંગનો કાર્યક્રમ શરૂ થયો છે. પૂજય મોરારીબાપુએ સોશ્યલ મિડીયાનાં માધ્યમથી ઓનલાઈન કથા શરૂ કરી છે અને જેનો ભક્તજનો લાભ લઈ રહ્યાં છે.

error: Content is protected !!