જૂનાગઢ શહેરમાં અલંકાર ટોકીઝ પાસે આવેલાં અજીત ગેસ સર્વિસનાં સંચાલક દ્વારા મહાનગરપાલિકાનાં કમિશ્નરને એક પત્ર પાઠવી અને આવશ્યક સેવા એવા રાંધણ ગેસનાં સિલિન્ડરને સપ્લાય માટે પડતી મુશ્કેલી અંગે તાત્કાલિક અસરથી પગલાં લેવાની માંગણી કરી હતી અને જ્યાં આ ગેસ એજન્સીનું ગોડાઉન છે ત્યાંનાં રસ્તાની મરામત તાત્કાલિક કરવાની માંગણી કરી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર અજીત ગેસ સર્વિસ પાસે ઈન્ડેન ગેસ સિલિન્ડરનું ગોડાઉન ધરાવે છે અને આ વિસ્તારમાં અગાઉ કરેલ પાઈપલાઈન ફીટીંગનાં કામકાજનાં સંદર્ભમાં આ ગેસ એજન્સીનાં સિલિન્ડરનાં ટ્રકો અરજદારનાં ગોડાઉન સુધી પહોંચી શકતાં નથી અને ત્યાંથી સિલિન્ડર સપ્લાયર અને ડિલેવરી વાહનો આવી-જઈ શકતા નથી જેથી અમારા ગ્રાહકોને રાંધણ ગેસની આવશ્યક સેવા પુરી પાડવામાં મુશ્કેલી ઉભી થાય છે ત્યારે આ બાબતે તાત્કાલિક અસરથી પગલાં લઈ અને અજીત ગેસ એજન્સીનાં ડિલેવરી વાહનો તથા ટ્રકો સહેલાઈથી આવી જઈ શકે તે બાબતે જરૂરી રસ્તા રિપેરીંગ કરાવી આપવા અને યોગ્ય વ્યવસ્થા થાય તે માટેનાં પગલાં વહેલી તકે ભરવા લાગણી અને માંગણી વ્યકત કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews