જૂનાગઢ શહેર એકતા સમિતિની રચના : અધ્યક્ષ તરીકે મેયર ધીરૂભાઈ ગોહેલની વરણી

0

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનાં સંવર્ધન તેમજ રાજયમાં શાંતિ, એકતા અને સદ્‌ભાવનાને બળવતર બનાવી કોમવાદ, જ્ઞાતિવાદ અને પ્રાદેશિકતાવાદ જેવા વલણોને મુળમાંથી નાબુદ કરવા તેમજ કોમી એકતા અને એખલાસભર્યું વાતાવરણ જાળવી રાખવા માટે તેમજ કોમી બનાવો અને તંગદિલીને નિવારવામાં ઉપયોગી થાય તે માટે રાજયમાં વિવિધ સ્તરની એકતા સમિતિઓનાં માળખામાં ફેરફારો કરી અને સરકારનાં ઠરાવ મુજબ જૂનાગઢ શહેર એકતા સમિતિની રચના કરવામાં આવી છે. જૂનાગઢ શહેર એકતા સમિતિનાં અધ્યક્ષ તરીકે મેયર ધીરૂભાઈ ગોહેલ, નાયબ અધ્યક્ષ તરીકે ડે.મેયર હિમાશુંભાઈ પંડ્યા તેમજ સભ્ય તરીકે કલેકટરશ્રી, કમિશ્નરશ્રી તથા જીલ્લા પોલીસ અધ્યક્ષશ્રીની વરણી થઈ છે. તેમજ ડીવાયએસપીશ્રી સભ્ય સચિવ તરીકે રહેશે. ઉપરાંત જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં સહિતનાં મહાનુભાવોનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય એકતા સમિતિએ સુચવ્યાં મુજબ જૂનાગઢ શહેરમાં જૂનાગઢ શહેર એકતા સમિતિ કોમી સદ્‌ભાવ બનાવી રાખવા માટે સતત કાર્યશીલ છે તેમજ સ્વૈચ્છક સંસ્થાઓનાં સહકારમાં રહીને આ સમિતિ કોમી તંગદિલી નિવારવા માટેનાં પ્રયાસો કરશે અને જીલ્લા સત્તાવાળાની મદદમાં રહીને વિવિધ કોમો, જુથો વચ્ચે સદ્‌્‌ભાવના જાળવવાની કામગીરી કરશે તેમજ વિવિધ કોમોનાં ધાર્મિક તહેવાર શાંતિપૂર્ણ રીતે તથા સમુહમાં ઉજવાય તે માટે પણ વિવિધ કોમોનાં અગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા કરી અને આવી ઉજવણી માટે જીલ્લા વહીવટી તંત્રને મદદરૂપ બનશે. જૂનાગઢ શહેર એકતા સમિતિનું કાર્યક્ષેત્ર જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર પુરતું મર્યાદિત રહેશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!