ચોરવાડમાં કોરોના પોઝિટીવનાં ૬ કેસ : તમામ દર્દીઓ ભયમુક્ત

0

જૂનાગઢ જીલ્લામાં કુલ ૩૩ કોરોના પોઝિટીવ કેસમાંથી ર૯ ડિસ્ચાર્જ થયાં છે અને એકનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મૃત્યું થયું છે જયારે બે દર્દી જૂનાગઢ સિવિલમાં અને ૧ દર્દી રાજકોટમાં સારવાર હેઠળ છે. બીજી તરફ ચોરવાડમાં કોરોનાનાં કેસોનો વધારો થઈ રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી સતત કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યાં છે. ગત તા.૩ જુને અમદાવાદથી એક પરિવાર ચોરવાડમાં આવ્યો હતો અને આ પરિવારનાં સભ્યોને કોરોનાનાં લક્ષણ જણાતાં સેમ્પલ લેવામાં આવ્યા હતાં અને જેમનો રિપોર્ટ ૮ જુને આવતાં તેમાંથી પ૬ અને ર૧ વર્ષિય બે પુરૂષ તેમજ ૪૯ વર્ષિય મહિલાને કોરોનાં પોઝિટીવ આવ્યો હતો. દરમ્યાન ૯ જુને એ જ પરિવારનાં વધુ બે પુરૂષને કોરોના પોઝિટીવ આવ્યો હતો અને ગઈકાલે વધુ એક ૪પ વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.  છેલ્લાં ૩ દિવસમાં ચોરવાડમાં કુલ ૬ કેસ કોરોના પોઝિટીવ આવ્યા છે. દરમ્યાન રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચંદ્રેશ વ્યાસે જણાવ્યું હતું કે કોરોના પોઝિટીવ કેસોનાં દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે અને ભયમુક્ત હોવાનું જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!