જૂનાગઢમાં ૬પ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

0

જૂનાગઢનાં પાઠક નગર વિસ્તારમાં રહેણાંક મકાનનાં ભોંયતળિયામાં બનાવેલ ચોરખાનામાંથી ૬પ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી લઈ આરોપી વિરૂધ્ધ નશાબંધી એકટ નિચે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવારની સુચના તેમજ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઈ આર.સી.કાનમીયાની સુચના અંતર્ગત એલસીબીનાં પીએસઆઈ આર.કે.ગોહિલ, ડી.જી.બડવા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે બિલખા રોડ ઉપર પાઠક નગરમાં રહેતાં સુરેશ પ્રકાશભાઈ સોંદરવાનાં રહેણાંક મકાને દરોડો પાડતાં રહેણાંક મકાનનાં બાથરૂમમાં વોશિંગ મશીનની નીચે ભોંયતળિયામાં બનાવેલાં ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો જુદી-જુદી બ્રાન્ડનો કુલ બોટલ ૬પ રૂ.ર૬ હજારનો મુદામાલ ઝડપી લઈ આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન અંતર્ગત ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!