જૂનાગઢ : મધ્ય ગીરમાં આવેલ કનકાઈ માતાજી મંદિરના દર્શન ભાવિકો માટે ખુલ્યા

જૂનાગઢ- વિસાવદર નજીક મધ્ય ગીરમાં આવેલ માતાજીના પ્રાચીન મંદિર કનકાઈ મંદિરના છેલ્લા દોઢ માસથી કોરોના મહામારીને લઈ દ્વાર બંધ હતા હવે મંદિરના દ્વાર ખુલતા ભાવિકો કનકાઈ માતાના દર્શન કરી શકશે તેમ મંદિરના ટ્રસ્ટી/મંત્રી નરેન્દ્રભાઈ જાની દ્વારા જણાવાયું છે પરંતુ સરકાર અને વન વિભાગ દ્વારા બનાવાયેલા નિયમોને દરેક યાત્રિકોએ ચુસ્તપણે પાલન કરવું પડશે. દરેકે માસ્ક ફરજિયાત પહેરવું અને દર્શન સમયે સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું પડશે અને મંદિર ટ્રસ્ટ દ્વારા દરેક યાત્રિકોની નોંધ રાખવી પડશે અને દરેક યાત્રિકને સેનીટાઈઝરથી હાથ સાફ કરાવી મંદિરમાં પ્રવેશ આપી અને ભીડભાડ ન થાય તેની કાળજી રાખવાની રહેશે. મંદિરના દ્વાર ખુલતા ભાવિકોમાં આનંદની લાગણી છવાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!