ગિરનાં જંગલમાં સિંહોની વસ્તીનાં વધારાને લઈને ‘વડાપ્રધાન શ્રી મોદી હુઆં ખુશ’…ટિ્‌વટ કર્યું

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગિરના જંગલમાં સિંહોની વધેલી વસ્તીને લઈને ખુશીની લાગણી વ્યકત કરી છે અને વડાપ્રધાન હુઆં ખુશ અંતર્ગત તેઓએ પોતાની ખુશી ટિ્‌વટ કરી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગત તા.પ જુનનાં રોજ પૂનમની રાત્રે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને પૂનમ અવલોકન દરમ્યાન ૬૭૪ સિંહો જાવા મળ્યા હતાં. ર૦૧પમાં થયેલી વસ્તી ગણતરી અનુસાર ગિરના જંગલમાં પહેલાં પર૩ સિંહો હતાં. જે આંકડો વધીને હવે ૬૭૪એ પહોંચ્યો છે. જેમાં પુખ્ત સિંહોમાં ૧૬૧ નર અને ર૬૦ માદા સિંહ છે. પાઠડા સિંહોની સંખ્યામાં ૪પ નર અને ૪૯ માદા છે જ્યારે રર વણઓળખાયેલાં છે. સિંહ બાળની સંખ્યા ૧૩૭ની છે. દર વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે અને આ વર્ષે પાંચ જુનનાં રોજ રાત્રીનાં થયેલી ગણતરીનાં અંદાજીય આંકડા છે. વનવિભાગ દ્વારા ૩૦ હજાર ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં ૧૪૦૦ કર્મચારીઓ દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. આ વસ્તી ગણતરીનાં આવેલાં આંકડાઓ નિહાળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરતાં જણાવ્યું છે કે ખુબ જ સારાં સમાચાર છે અને ગુજરાતમાં લોકોને તેમજ જેમણે સિંહોનાં સંરક્ષણ તરીકે કરેલા કાયો અંગેનાં પ્રયત્ન કર્યાં છે તે બધાનાં સિંહ રક્ષણનાં કાર્યને વડાપ્રધાને બિરદાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!