જૂનાગઢ, પ્રભાતપુર, સોંદરડા અને બાંટવા ખાતે અપમૃત્યુનાં બનાવો

જૂનાગઢમાં ગોધાવાવની પાટી ખાતે રહેતાં દિપકભાઈ કનુભાઈ ચુડાસમાએ પોતાનાં ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યું નિપજ્યું છે. જયારે અન્ય એક બનાવમાં બિલખાનાં પ્રભાતપુર ખાતે રહેતાં દિનેશભાઈ સમજુભાઈ કુંભાણીને હાર્ટ એટેક આવી જતાં તેમનું પણ મૃત્યું નિપજ્યું હતું. તેમજ કેશોદનાં સોંદરડા ખાતે રહેતાં નિશાબેન મક્કરમઅલી પઠાણએ ભુલથી ઝેરી દવા પી લેતાં સારવાર દરમ્યાન તેમનું પણ મૃત્યું નિપજ્યું હતું. આ ઉપરાંત અન્ય એક બનાવમાં બાંટવા ખાતે રહેતાં ધાનાભાઈ ગોગનભાઈ મોરી ગત તા.૪-૬-ર૦નાં રોજ ઈંગ્લીશ દારૂનાં કેસમાં પકડાયેલ હોય અને ગુન્હામાંથી જામીન ઉપર છુટી ગયેલ હોય બાદમાં પોતે કયારેય પોલીસમાં પકડાયેલ ન હોય અને પહેલી વખત પકડાયેલ હોય જેનો આઘાત લાગતા તેમને મગજનો એટેક આવતાં તેમનું પણ મૃત્યું નીપજ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!