જૂનાગઢનાં સુખનાથ ચોક વિસ્તારમાં જુગાર રમાડાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી ૯ શખ્સોને કુલ રૂ.૩,૦૦,૬૮પનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર એચ.ડી.વાઢેર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જૂનાગઢ સુખનાથ ચોક વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમાડતાં હોવાની બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં ઓઘાભાઈ ધીરૂભાઈ મુળીયાશીયા, આશીષ પ્રવિણભાઈ માલવી, નવઘણ જીવાભાઈ મુળીયાશીયા, જલ્પેશ રણછોડભાઈ જાકાણીયા, વીજય મનસુખભાઈ લાખાણી, ફેસલ નાશીરખાન યુસુફજય પઠાણ, સુધીર છગનભાઈ ચાવડા, મોહનભાઈ કરશનભાઈ ચાંડેલા તથા બાળ કાયદાના સંરક્ષણમાં આવેલ બાળક રમીજખાન યુસુફખાન તુર્ક પઠાણ (ઉ.વ.૧૭ વર્ષ ૮ માસ)ને કુલ રૂ.૩,૦૦,૬૮પનાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews