જૂનાગઢમાં નિયમોનાં ભંગ બદલ ધંધાર્થીઓ સામે પોલીસે ફરિયાદ નોંધી

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોય, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડી વેપાર ધંધા સાંજના કલાક ૭.૦૦ વાગ્યા સુધી જ ચાલું રાખવા છૂટછાટ આપેલ હોય અને રાત્રીના કલાક ૯.૦૦ વાગ્યાથી સવારના કલાક ૫.૦૦ વાગ્યા સુધી બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય, જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે કડક કામગીરી થઈ રહી છે. દરમ્યાન સાંજના સાત વાગ્યા બાદ જાહેરનામાનો ઉલ્લંઘન કરી, પોતાની લારીઓ ચાલું રાખતા, નાસ્તાની લારીઓ તથા દુકાનો ઉપર કાર્યવાહી કરવાના ભાગ રૂપે જૂનાગઢ ડિવિઝનના ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પી.આઇ. આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે. પરમાર, સ્ટાફના હે.કો. પી.બી. હુણ, પો.કો. પૃથ્વીરાજ સિંહ, અજયસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ગાંધીચોક, આઝાદ ચોક, મજેવડી ગેટ, એસ.ટી.સ્ટેન્ડ વિસ્તાર, દોલતપરા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતા, સાંજના સાત વાગ્યા પછી ચાલું નાસ્તાની લારીઓ ટપોટપ બંધ થઇ ગઇ હતી. પેટ્રોલીંગ દરમ્યાન ગાંધીચોક વિસ્તારમાં ખુલ્લી રાખવામાં આવેલ ઈંડા તથા નાસ્તાની લારીઓ અને આઝાદ ચોક જૂની સિવિલ પાસે ખુલ્લી રાખવામાં આવેલ લારીઓના ધારકોને પકડી પાડી, ધરપકડ કરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અલગ અલગ પોલીસ અધિકારીઓ પીએસઆઇ એ.કે.પરમાર, હે.કો. પી.બી. હુણ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, જાહેરનામા ભંગના અલગ અલગ પાંચ ગુન્હાઓ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!