જૂનાગઢ જીલ્લા જેલનું સુપરવીઝન કરતાં ડો. જગદીશ દવે

0

જૂનાગઢ જેલમાં જેલના સુપરવીઝન ઓફીસર ડો. જગદીશ દવે દ્વારા સુપરવીઝન કરવામાં આવેલ હતું. હાલમાં સમગ્ર વિશ્વમાં, ભારતમાં, ગુજરાતમાં કોરોના મહામારીનો વ્યાપ વધતો જાય છે ત્યારે જૂનાગઢ જેલનાં અધિક્ષક તથા પદાધિકારીઓ દ્વારા જેલમાં નિયમીત દવાનો છંટકાવ, ફરજીયાત માસ્ક પહેરવાનું, અંતર જાળવવા માટે કડક નિયમોનું પાલન થાય છે. જેથી જેલમાં કોરોના મહામારીનાં વ્યાધીથી બંદીજનોને હજુ સુધી મુકત રખાયા છે. બંદીવાનોને પૌષ્ટીક ખોરાક અપાય છે, તબીબી પરીક્ષણ નિયમીત થાય છે, રોગ પ્રતિકારક ઉકાળો પણ પીવડાવવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!