જૂનાગઢમાં સ્વ. નયનાબેન જાેબનપુત્રાની સ્મૃતિમાં કાર્યક્રમ યોજાયો

પ્રભાવ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરીત રઘુવંશી સખી સહીયર વૃંદ દ્વારા જુલાઈ મહીનાનો ઓનલાઈન કાર્યક્રમ સ્વ. નયનાબેન જાેબનપુત્રાની સ્મૃતિમાં સંપન્ન થયો છે. તા. ૧ર જુલાઈનાં રોજ ચેતનાબેન મિશ્રાણીનાં નિવાસ સ્થાન પ્રભાવ કાર્યાલય ખાતે સોશ્યલ ડીસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજાયેલ હતો. આ પ્રસંગે ઈલાબેન ભુપતાણી, સ્વાતિબેન મિશ્રાણીએ ઓનલાઈન કવીઝ યોજેલ હતી. જેમાં ૧ થી પ નંબરને ઈનામો જયેન્દ્રભાઈ જાેબનપુત્રાએ ઘોષીત કરેલ હતાં. તેમજ જૂનાગઢમાં વસ્તા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ વિષે ચેતનાબેન મિશ્રાણીએ માર્ગદર્શન આપેલ હતું. અંતે ખુશી મિશ્રાણીએ આભાર દર્શન કર્યુ હતું. સ્કોલરશીપનાં ફોર્મ રાયજીબાગ કાર્યાલયે મેળવી લેવા જણાવેલ છે. તેમજ લોકડાઉન દરમ્યાન જીવનજરૂરી વસ્તુઓની કીટનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!