કેશોદમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો તકેદારીના પગલા લેવા કાર્યવાહી કરવા માંગ

કેશોદ શહેરમાં આવેલા ગાંધીનગર સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષના યુવાનને કોરોના પોઝીટીવ કેસના લક્ષણો જોવા મળતા લેવામાં આવેલ સેમ્પલ બાદ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કેશોદ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ ઉપર પહોંચી ગાઈડ લાઈન મુજબ અમલવારી કરવામાં આવી છે. કેશોદ શહેર-તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આંકડો વધીને ૨૪ની ઉપર પહોંચી ગયો છે. કેશોદ શહેર-તાલુકામાં કોરોના મહામારીમાં રોજીંદા એકાદ પોઝીટીવ કેસ નોંધાતા આવનારા દિવસોમાં પવિત્ર શ્રાવણ માસમાં તહેવારો બગડવાની શક્યતા વધી ગઈ છે. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે સંક્રમણની સાંકળ તોડવી જરૂરી છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈનની ચુસ્તપણે અમલવારી કરાવવી જોઈએ એવી લોકમાંગ ઉઠવા પામી છે. સંક્રમણ થવાની સંભાવના હોય એવા હોટસ્પોટ જેવા કે મોડી રાત્રે બાયપાસ રોડ ઉપર ચાલું રહેતી ખાણીપીણીની લારીઓ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની અમલવારી કરાવવા ઉપરાંત બહારગામથી આવનારા વ્યક્તીઓની આરોગ્ય તપાસ ફરજીયાત કરવામાં આવે એ એપણ એટલું જ જરૂરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!