જૂનાગઢ હોસ્પીટલમાં ફરજ બજાવતા પંકજભાઈ ભીમાણીની પ્રશંસનીય કામગીરી

હાલની વર્તમાન સ્થિતિમાં વિશ્વ આખામાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ કોરોના પોઝિટિવ દર્દી બની ગયા હોય છે. અને ઘણા ખરા કોરોના દર્દીઓનું મૃત્યું પણ થયું છે. તેમાં હોસ્પિટલના ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફ સહીત પણ સંક્રમિત થતાં હોય છે. જ્યારે આ બધાની વચ્ચે કોરોના પોઝિટિવ દર્દીઓ અને કોવીડ-૧૯ વોર્ડમાં સતત દિવસ-રાત જોયા વગર પોતાની ફરજ બજાવી રહેલ જૂનાગઢ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે નર્સીંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતાં પંકજભાઈ ભીમાણીને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. તાજેતરમાં પંકજભાઈ ભીમાણીને એક હાથમાં ફ્રેક્ચર છે. અને પ્લાસ્ટરનો પાટો છે તેમ છતાં પણ તે કોરોના પોઝિટિવ દર્દીના વોર્ડમાં દર્દીઓની સેવામાં દેખભાળ કરી સતત ખડેપગે રહીને પોતાની અવિરત તબીબી સેવા આપી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!