જૂનાગઢ પોલીસ તંત્રનાં કોરોના વોરીયર્સ સ્વસ્થ થતાં ફરજ ઉપર તૈનાત થયા

0

જૂનાગઢ પોલીસ છેલ્લા ચાર મહિનાથી કોરોના વાયરસ સામે સતત બંદોબસ્તમાં હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જે બંદોબસ્ત દરમ્યાન જૂનાગઢ પોલીસ બેડામાંથી કોઈ અધિકારી કે કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થાય તો તેની પૂરેપૂરી જવાબદારી પૂર્વક સાર સંભાળ લેવા તેમજ સારવાર દરમ્યાન કોઈ તકલીફ ના પડે તે માટે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી કાર્યવાહી કરવા ખાસ સુચનાઓ આપવામાં આવેલ છે.
દરમ્યાન છેલ્લા ચાર મહિનાથી સતત બંદોબસ્તમાં રહેલ કોરોના વોરીયર્સ એવી જૂનાગઢ પોલીસના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પો.કો. કરણભાઈ જગુભાઈ વાળા તથા પો.સ.ઇ. કૃણાલ જે. પટેલ અને બાદમાં સી ડિવિઝનના પો.કો. કૈલાસભાઈ નાનજીભાઈ જોગીયાને કોરોના પોઝીટીવ આવેલ હતા. પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્રથમ તાલુકા પોલીસ સ્ટેશન અને બાદમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના ઉપરોક્ત સ્ટાફને કોરોના પોઝીટીવ આવતા તબક્કાવાર આશરે ૩૫ જેટલા પોલીસ અધિકારીઓ તથા સ્ટાફના જવાનો હોમ કોરન્ટાઇન કરવામાં આવેલ હતાં.
જૂનાગઢ પોલીસના કોરોના વોરીયર્સ એવા એક પીએસઆઇ કૃણાલ પટેલ અને બે પો.કો. કરણભાઈ અને કૈલાશભાઈને કોરોના પોઝીટીવ આવતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચનાથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, સીપીઆઈ પી.એન.ગામીત, તાલુકા પીએસઆઇ વી.યુ. સોલંકી, પીએસઆઇ એસ.એન. સગારકા, પીએસઆઇ પી.જે. બોદર તથા સમગ્ર પોલીસ સ્ટાફ ત્રણેય કોરોના વોરીયર્સને જ્યારથી હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા ત્યારથી અત્યાર સુધી સતત પડખે ઉભા રહી તેઓના દવા દારૂ, ગરમ પાણી, જમવા, સહિતની તમામ વ્યવસ્થા સંભાળી લેવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ પોતે જાતે પણ ત્રણેય કોરોના વોરીયર્સ સાથે હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારથી દરરોજ દિવસમાં બે વખત તબિયત અંગે પુચ્છા કરી, ખાતાના વડા તરીકે પોતાની ફરજ અદા કરવાની સાથે સાથે સારવારથી માહિતગાર રહેલ હતા. જ્યારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, સીપીઆઈ પી.એન.ગામીત, તાલુકા પીએસઆઇ વી.યુ. સોલંકી, પીએસઆઇ એસ.એન. સગારકા, પીએસઆઇ પી.જે. બોદર તથા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા આરોગ્ય અધીકારીઓ ડો. ચંદ્રેશભાઈ વ્યાસ, ડો. રવિ ડેડાણીયા તથા ડો. ચુડાસમા સહિતના આરોગ્ય સ્ટાફ સાથે સતત સંપર્કમા રહી, કોરોના વોરીયર્સ કોરોના પોઝીટીવને તમામ પ્રકારની ઉત્તમ સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી, અવાર નવાર હોસ્પિટલાઈઝ કોરોના વોરીયર્સને મળી, જરૂરી સામાન પહોંચાડી, સતત સેવા કરી, જાતે સોશ્યલ ડિસ્ટન્સથી મળી, તમામ વ્યવસ્થા સાંભળી, પોતાનું કુટુંબ પણ ના કરે તેવી સેવાકીય ફરજ બજાવેલ હતી. આ ત્રણેય કોરોના વોરીયર્સ પૈકી પીએસઆઇ કૃણાલ પટેલ એકલા રહેતા હોય, તેને જમવાથી માંડી કોઈપણ સગવડમાં ઉણપ ના આવે, તેની કાળજી રાખી, તેને પોતાના માતા પિતાની ખોટ પોતાના પોલીસ તંત્રનાં ખાતાના પોલીસ અધિકારીઓએ પુરી પાડેલ હતી. પીએસઆઇ કૃણાલ પટેલના માતા પિતા અમદાવાદથી આવતા, પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની લાગણી જોઈને ભાવ વિભોર થયા હતા. તેઓએ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ તથા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉપરાંત ભવનાથ સનાતન ધર્મશાળા ખાતે કોવિડ સેન્ટર ખાતે રહેલ કોરોના પોઝીટીવ પો.કો. કૈલાસભાઈએ તો ત્યાં દાખલ તમામ કોરોના દર્દીઓને હિંમત આપી, ત્યાં પણ મોટી ઉંમરના દર્દીઓની સેવા ચાલુ રાખી, તમામને કોરોના સામે લડવાની શક્તિ અને આત્મવિશ્વાસ વધાર્યો હતો. વિશેષમાં પો.કો. કૈલાશભાઈ દ્વારા કોરોના રસીના સંશોધન માટે પોતાના બ્લડના નમૂના આપી, ખરેખર કોરોના વોરીયર્સ તરીકે સાબિત થયા છે. જ્યારે તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર તમામ કોરોના પોઝીટીવ દર્દીઓ પણ ભાવવિભોર થયા હતા. અને કોરોના વોરીયર્સ પો.કો. કૈલાસભાઈની સેવાને બિરદાવવામાં આવેલ હતી. આ ઉપરાંત આ ત્રણેય કોરોના વોરીયર્સના સંપર્કમાં રહેલ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ, કે જેઓ હોમ કોરન્ટાઈન થયેલ તે પૈકીના ૩૪ જેટલા પોલીસ અધિકારીઓ તથા જવાનોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા, તમામ ૩૪ સ્ટાફ પોત પોતાના પોલીસ સ્ટેશનોમાં ફરીથી ફરજ ઉપર હાજર થઈ ગયેલા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!