જૂનાગઢમાં કોરોનાના વધુ ૪પ કેસ સાથે કુલ કેસોની સંખ્યા ૪૧પ થઈ

0

જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લો કોરોનાથી વધુને વધુ સંક્રમિત થઈ રહયો છે અને રોજેરોજ કોરોનાના કેસોનો રાફડો ફાટયો છે ત્યારે લોકોને વધુ તકેદારી અને સાવચેતી જાળવવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે અને વધુ ૪૫ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાં ૨૬ કેસ અને જૂનાગઢ ગ્રામ્યમાં ૧૯ કેસ મળીને જિલ્લામાં ગઈકાલે ૪૫ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે જૂનાગઢ શહેરમાં રાધીકા પાર્ક ૨૬ વર્ષીય પુરૂષ, નવા ઘાંચીવાડા ૪૮ વર્ષીય પુરૂષ, ખ્રામધોળ ૩૫ વર્ષીય પુરૂષ, દુબડી પ્લોટ ૫૧ વર્ષીય પુરૂષ, ખલીલપુર રોડ ૩૬ વર્ષીય પુરૂષ, સહજાનંદ સોસાયટી ૬૩ વર્ષીય પુરૂષ, જલારામ સોસાયટી ૭૪ વર્ષીય મહિલા, જુલાઇવાડા ૭૧ વર્ષીય પુરૂષ, ભાટિયા ધર્મશાળા પાસે ૪૦ વર્ષીય પુરૂષ, ઢાલરોડ ઉપર ૬૨ વર્ષીય મહિલા, નંદનવન રોડ ૬૦ વર્ષીય પુરૂષ, ગિરીરાજ રોડ ૪૫ વર્ષીય પુરૂષ, પાદરચોક જાેેષીપુરા ૨૦ વર્ષીય મહિલા, સુદમાપુરી સોસાયટી ૪૮ વર્ષીય પુરૂષ, આદિત્ય નગર બાવન વર્ષીય પુરૂષ,રાયજીબાગ-ર માં ૩૭ વર્ષીય પુરૂષ, ઝાંઝરડા રોડ ૫૬ વર્ષીય પુરૂષ, ફુલીયા હનુમાન રોડ ૮૦ વર્ષીય પુરૂષ, મધુરમ સોસાયટી ૪૦ વર્ષીય પુરૂષ, ગોપાલ નગર જાેષીપુરા ૩૮ વર્ષીય પુરૂષ, ગિરીરાજ રોડ ૪૦ વર્ષીય પુરૂષ, આકાશગંગા- ૨ મધુરમ ૫૬ વર્ષીય પુરૂષ, ખ્રામધોળ રોડ ૬૩ વર્ષીય પુરૂષ, મોતીબાગ વિસ્તારમાં ૬૦ વર્ષીય પુરૂષ, ડો.સુભાષ રોડ ૨૬ વર્ષીય મહિલા,ગોધાવાવપાટી ૨૯ વર્ષીય પુરૂષને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે તાલુકા અને ગ્રામ્યમાં૧ કેસ પોઝીટીવ નોંધાયો છે આ ઉપરાંત કેશોદ ૨ કેસ, ભેસાણમાં ૨ કેસ, મેંદરડા ૩ કેસ પોઝીટીવ, વંથલી ૩ કેસ પોઝીટીવ અને વિસાવદર ૭ કેસ પોઝીટીવ નોંધાતા જૂનાગઢ શહેર અને જીલ્લાના કુલ ૪૫ કેસ કોરોના પોઝીટીવ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા, માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા સુચના અપાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!