કેશોદમાં જુગાર દરોડો : ૬ ઝડપાયા

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ જૈતાભાઈ બાબુભાઈ અને સ્ટાફે મેઘના સોસાયટી, રાધાનગર ખાતે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા સુરજભાઈ જખરાભાઈ, જાદવભાઈ મનજીભાઈ, પ્રભુદાસભાઈ હરસુખભાઈ, ભરતભાઈ અરજણભાઈ, જનકભાઈ નરસીભાઈ, નિલેશભાઈ લખુભાઈ વગેરેને રૂા. ૧૩,૪૬૦ની રોકડ, ૪ મોબાઈલ મળી કુલ રૂા. ૧૮,૯૬૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મઘરવાડા ગામે જુગાર દરોડો ઃ ૮ સામે કાર્યવાહી કેશોદ તાલુકાનાં મઘરવાડા ગામે પોલીસે ચોકકસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા બટુકભાઈ ભીમાભાઈ, પાંચાભાઈ બાવાભાઈ, કાળુભાઈ અરજણભાઈ, રણજીતભાઈ નાથાભાઈ, છોટુભાઈ વૈશ્નવ, કરણભાઈ ભીમભાઈ, મેરામભાઈ ઘેલાભાઈ, મનુભાઈ દેવાતભાઈ વગેરેને રૂા. ૧૧,ર૩૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!