જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનું કાળચક્ર ફરી વળેલ હોય તેમ દિવસે દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહેલ છે. કોરોનાના કેસમાં સતત થઈ રહેલો વધારો લોકોની ચિંતામાં વધારો કરી રહેલ છે ત્યારે કોરોનાની કામગીરીનું નિરિક્ષણ કરવા માટે આઈએએસ મનિષ ભારદ્વાજની નિમણુંક કરવામાં આવી છે. ગઈકાલે કોરોનાના વધુ ૪૦ કેસ આવતાં જીલ્લા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગઈકાલે કોરોનાના ૪૦ કેસ પોઝીટીવ આવેલ છે જેમાં જૂનાગઢ સીટીના ૧ર, જુનાગઢ તાલુકાના ૩, કેશોદ તાલુકાના ૧૦, ભેંસાણ-ર, માળીયાહાટીના ૧, માણાવદર તાલુકાના ૧૧ અને વિસાવદરના ૧ દર્દીનો સમાવેશ થાય છે. કોરોનાના કુલ ૪પપ કેસ નોંધાયા છે જે પૈકી ૧૦ ના મૃત્યુ થયા છે જયારે ૩૧૪ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે અને ૧૩૧ એકટીવ કેસ છે. કોરોનાના કેસમાં થઈ રહેલો વધારો લોકલ ટ્રાન્સમીશનને કારણે થતો હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે ત્યારે લોકોએ કામ વગર બહાર નિકળવાનું ટાળવું જાેઈએ અને જાે ફરજીયાત નિકળવું જ પડે તેમ હોય તો માસ્ક, સેનીટાઈઝર, સોશ્યલ ડીસ્ટન્સ જાળવી કોરોનાથી બચવા કાળજી લેવી જરૂરી છે. જૂનાગઢમાં કોરોના કેસમાં સતત વધારો થતો હોય તંત્રની કામગીરીનું સુપરવિઝન કરવા આઈએએસ મનિષ ભારદ્વાજની નિમણુંક કરવામાં આવી છે. જે જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી સાથે કોરોના સંક્રમણ પ્રશ્ને સલાહ અને સુચના અને કોરોના નાબુદી અમલીકરણ પ્રશ્ને ઝડપી પગલા લેવા સુપરવીઝન કરશે.
કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જૂનાગઢ, જામનગર, ગાંધીનગરમાં વરિષ્ઠ અધિકારીઓની નિમણુંક
ગુજરાત રાજયમાં નોવેલ કોરોના વાયરસનાં સંક્રમણને નિયંત્રણમાં રાખવાના હેતુથી તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાઓનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવા માટે જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે અને રાજયના સહકાર, પશુપાલન ગૌસંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગના સચિવ મનિષ ભારદ્વાજને જૂનાગઢ જીલ્લામાં ખાસ સુપરવીઝન અર્થે મુકવામાં આવેલ છે. જયારે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણના એ.કે. રાકેશને જામનગર મુકવામાં આવેલ છે. તેમજ ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ સુનયના તોમરને ગાંધીનગર ખાતે મુકવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews