ગીર સોમનાથ જીલ્લામાં ૧૩ નવા કેસ : વેરાવળના પાંચ દર્દીઓનાં મોત

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કહેર વચ્ચે યમરાજે પણ કહેર મચાવવાનું શરૂ કર્યુ હોય તેવી સ્થિતિ ઉદભવેલ જોવા મળી રહી છે. ગીર સોમનાથ જીલ્લામાં શનિવારે રેકર્ડબ્રેક કોરોનાના કેસો આવ્યા બાદ રવિવારે જીલ્લાના ચાર તાલુકાઓમાંથી ફકત ૧૩ જ કોરોના પોઝીટીવ કેસો આવ્યાબ છે. એક જ દિવસમાં કોરોનાની સારવાર હેઠળના જીલ્લા મથક વેરાવળના પાંચ દર્દીઓના શંકાસ્પદ મૃત્યું નિપજયા છે. ગીર સોમનાથ જીલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો થઇ રહયો છે. દરમ્યાન રવિવારે જીલ્લાના ચાર તાલુકાઓમાંથી ૧૩ જેટલા પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જેમાં વેરાવળમાંથી ૪, ઉના ૪, તાલાલા ૩, કોડીનાર ૧, દિવ ૧ કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે. તો બીજી તરફ કોરોનાની સારવાર હેઠળના જીલ્લા મથક વેરાવળના પાંચ દર્દીઓના મૃત્યું નિપજયા છે. જેમાં વેરાવળના પ્રકાશનગર શેરી નં.૮ માં રહેતા ૫૯ વર્ષીય પુરૂષ, દોલત પ્રેસ શેરી નં.૨ માં રહેતા ૭૫ વર્ષીય પુરૂષ, ખારવાવાડમાં રહેતી ૬૦ વર્ષીય મહિલા, બહારકોટમાં રહેતી ૫૮ વર્ષીય મહિલા અને નજીકના કાજલી ગામમાં પોસ્ટ ઓફીસ પાસે રહેતા ૫૪ વર્ષીય પુરૂષનું કોરોનાની સારવાર દરમ્યાન શંકાસ્પદ મૃત્યું નિપજયુ છે. જીલ્લામાં આજ સુધી કોરોનાના કુલ કેસ ૫૧૫ થયા છે. જેમાં એકટીવ કેસ ૧૩૬ અને ૩૬૧ દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા છે અને ૧૮ લોકોના મૃત્યું થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે.
કોરોનાના મૃત્યુનાં આંકડાઓમાં વિસંગતા
અત્રે નોંધનીય છે કે, ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની સારવાર દરમ્યાન થતા દર્દીઓના મૃત્યું જાહેર કરવા બાબતમાં આરોગ્ય તંત્રની કામગીરી શંકાસ્પદ હોય તેમ જાહેર કરાયેલા મોતના આંકાડામાં વાસ્તવીક રીતે મોટો તફાવત જોવા મળી રહયો છે. જેની વિગત મુજબ આજસુધીમાં ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની સારવાર દરમ્યાન ૧૮ લોકોના મૃત્યું થયાનું જાહેર કર્યુ છે. જયારે કોવીડ હોસ્પીટલના રેકર્ડ ઉપર સારવાર દરમ્યાન આજ સુધીમાં ૨૫ દર્દીઓના મૃત્યું થયા છે. આ બાબત ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે, તંત્ર અને આરોગ્ય વિભાગ શું કામ કોરોનાથી થતા મોતના આંકડા છુપાવી રહયા છે ? તંત્રનો એક જ વિભાગના રેકર્ડ ઉપર મૃત્યુંના જાહેર કરાયેલા જુદા-જુદા આંકડાઓ જ કોરોનાની કામગીરીમાં જીલ્લા વહીવટી તંત્ર કેટલુ સર્તકતા દાખવી રહયુ છે તે સમજી શકાય છે. શું આ બાબતે સરકારમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ ઘ્યાન આપશે કે પછી ગીર સોમનાથ જીલ્લાની પ્રજાએ ભગવાન ભોળાનાથના સહારે જ રહેવું પડશે તેવા સવાલો ઉઠી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!