વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ તરીકે ઉદ્યોગપતિ લખમભાઇ ભેંસલાની સર્વાનુમતે ચોથી વખત વરણી

0

વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલની શ્રાવણ સુદ તેરસના શુભ દિવસે મુદત પુર્ણ થતા વેરાવળના કામનાથ મહાદેવ મંદિરના હોલમાં વર્તમાન પટેલ લખમભાઇ ભેંસલાના અઘ્યક્ષ સ્થાને સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં સમાજની પ્રણાલીકા મુજબ પ્રવકતા રીતેશભાઇ ફોફંડી, કીરીટભાઇ ફોફંડીએ ગત વર્ષમાં થયેલ શૈક્ષણીક, આરોગ્યલક્ષી, સાંસ્કૃતિક કાર્યોક્રમોની માહીતી સાથે કામગીરીનો ચિતાર આપી હિસાબો રજૂ કરેલ જેને સૌ કોઇએ બિરદાવી સર્વાનુમતે મંજૂર કર્યા હતા. ત્યારબાદ આગામી વર્ષ ૨૦૨૦-૨૧ માટે નવા પટેલની વરણી કરવાની કાર્યવાહી હાથ ધરાયેલ હતી. જેમાં સીફુડ એક્ષપોર્ટ એસો.ના પ્રમુખ પીયુષભાઇ ફોંફડીએ વર્તમાન પટેલ લખમભાઇ ભેંસલાના નામની ફરી દરખાસ્ત કરેલ જેને હાજર ડાયરાઓના પટેલોમાં દાણા બેઠકના રમેશભાઇ ડાલકી, માલમડી બેઠકના પદમશીભાઇ, પાનખાઇ બેઠકના રામજી વણીક, મુકાદમ બેઠકના નરસી ચોમલ, ડાબરીયા બેઠકના મુળરાજભાઇ પરમાર, ભાટલી બેઠકના બાવનભાઇ મોતીવરસ, દેલા બેઠકના શૈલેષભાઇ ગોહેલ, પંચો, એક્ષપોર્ટ એસો., બોટ એસો., લોઢી જ્ઞાતિના સભ્યોએ સહમતિ આપતા સર્વાનુમતે આગામી વર્ષમાં ખારવા સમાજના પટેલ તરીકે લખમભાઇ ભેંસલાના નામની જાહેરાત કરાયેલ હતી. આ ઉપરાંત ઉપપટેલ તરીકે ગોવિંદભાઇ વણીક, પદમભાઇ માલમડી, ગોવિંદભાઇ કુહાડાની વરણી કરવામાં આવી હતી. ખારવા સમાજના પટેલની વરણીને જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વમંત્રી જશાભાઇ બારડ, બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા સહીત હીન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો, વેપારી મંડળો, ઇન્ડસ્ટ્રીઝ એસો., સામાજીક સંસ્થાઓએ આવકારી હતી. આ બેઠકમાં હાજર અગ્રણીઓમાં પૂર્વપટેલ પ્રભુદાભસાઇ કુહાડા, લખમભાઇ વણીક, પૂર્વનગરપતિ જગદીશભાઇ ફોફંડી, કિશનભાઇ ફોફંડી, બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, દામજીભાઇ ફોફંડી, લોઢી જ્ઞાતિના પટેલ ચુનીલાલ ગોહેલ, રાજુભાઇ સુયાણી, સાગરપુત્ર યુવા બ્રીગેડના મનીષ સુયાણી, ધનસુખ વધાવી, કનૈયાલાલ દોરીયા, સંજય કુહાડા, નરેશ ગોહેલ સહિતનાઓએ પટેલ લખમભાઇ ભેંસલાને હારતોરા કરેલ હતા. ત્યારબાદ પટેલ સહિતના હોદેદારોએ કામનાથ મહાદેવની ઘ્વજા ચડાવી પૂજા-અર્ચન કરી સમાજનો કાર્યભાર સંભાળેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!