૧ ઓગસ્ટ,૨૦૨૦ના રોજ ડો. કોકીલાબેન રામજીભાઈ ઉંધાડના જન્મદિને ભારતી આશ્રમ-જૂનાગઢ ખાતે ગિરનારની ગોદમાં પ્રકૃતિના સાનિધ્યમાં આવેલ તપોભૂમિ ઉપરના અનંત શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ સ્વામી શ્રી વિશ્વંભર ભારતીજી મહારાજના હસ્તે સાંપ્રત પરિસ્થિતિ કોવિડ-૧૯ને દયાને રાખીને ખૂબ જ મર્યાદિત સંતોની ઉપસ્થિતમાં એમના પુસ્તક “મીઠા વિનાનું ખારૂ માનવજીવન”નું પ્રતિકાત્મક વિમોચન કરાયું હતું. માનવજીવન માટે મીઠાનું અનન્ય મહત્વ છે તે સમજાવવાનો પ્રયાસ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. માનવજીવન માટે મીઠુ અસ્તિત્વ ટકાવવા અત્યંત જરૂરી છે. મીઠાને તૈયાર કરવામાં સંઘર્ષ વેઠતા અગરિયાઓની સંઘર્ષકથા પણ આ પુસ્તકમાં વણી લેવામાં આવી છે. તેઓએ પી.એચ.ડી.ની ઉપાધિ નમક ઉત્પાદન અને અગરિયાઓના જીવન વિષય સાથે મેળવી છે અને કચ્છ જિલ્લાના નમકખેતોમાં ઘણુ ક્ષેત્રીયકાર્ય કર્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews