સોમનાથ મહાદેવ મંદિરને શિવભકત પરીવાર તરફથી ટેમ્પરેચર મોનીટરીંગ મશીન અર્પણ કરાયું

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરને મુંબઈ, બરોડા, રાજકોટ, અમદાવાદ રહેતા શિવભકત પરીવાર હરીઓમ સેવા મંડળનાં સભ્યો હરેષ જાેષી, મિતેષ ત્રિવેદી, શરદ વ્યાસ, જુગલ રાવલ, અશ્વીન જાેષી, મનોજ જાેષી સર્વેએ વિશ્વ મહામારી કોરોના કાળમાં ભગવાન સોમનાથ મહાદેવ મંદિરને ટેમ્પરેચર મોનીટરીંગ વીથ પીપલ કાઉન્ટીંગનાં બે મશીનોના સેટ સોમનાથ મહાદેવ મંદિરને અર્પણ કર્યા હતાં. આ બંને મશીનોની કિંમત રૂા. ૪પ૦૦૦ થાય છે. આવું બીજુ મશીન શંખલપુર બહુચરાજી ખાતે મુકવા હરીઓમ સેવા મંડળે સંકલ્પ કર્યો છે. મશીન લોકાર્પણ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટનાં વિજયસિંહ ચાવડા, સુરૂભા જાડેજા વગેરે સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!